બાબરા તાલુકાના કોટડાપીઠા ખાતે લાલમઢી ખાતે ભંડારા મહોત્સવનું આયોજન કરાયું છે. અહી સંતવાણી અને ભોજન જેવા કાર્યક્રમો યોજાશે. લોકોને કાર્યક્રમમાં ભાગ લેવા માટે આયોજકોએ અપીલ કરી હતી.
કોટડાપીઠા ખાતે જેમણે પોતાનું સમગ્ર જીવન ગુરૂચરણમાં સમર્પિત કર્યું હતું. તેવા સદગુરૂ લાલાબાપા લાડીલા એવા છગનબાપા, દેવજીબાપુ, કોટડાપીઠા ખાતે વાવડા રોડ પર આવેલ રામમઢીમાં 12મીએ ભંડારા મહોત્સવ યોજાશે. અહી સવારે 9 :10 કલાકે સમાધીપૂજન, ધર્મસભા, ભોજન સમારોહ અને સાંજે હેમંતભાઈ ચૌહાણની ઉપસ્થિતિમાં સંતવાણી કાર્યક્રમ યોજાશે.
આ તકે અમદાવાદ આશ્રમના મહાદેવબાપુ, ભરતબાપુ, લાલજી મહારાજ, મુળદાસ બાપા, મનુરામબાપા સહિતના સંતો અને મહંતો ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં લોકોને ઉપસ્થિત રહેવા આયોજકોએ અપીલ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.