તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:બાબરા એસબીઆઇમાં એક જ કેસ બારીના કારણે ગ્રાહકો પડતી હાલાકી

બાબરા3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રાહકાેને કલાકાે સુધી લાઇનમાં ઉભું રહેવુ પડે છે : સાેશ્યલ ડિસ્ટન્સનો અભાવ

બાબરામા અેસબીઅાઇમા નાણાની લેતી દેતી માટે અેક જ કેસ બારી ખાેલવામા અાવી રહી હાેય અહી ગ્રાહકાેને લાઇનમા ઉભા રહેવાની ફરજ પડી રહી છે. અા ઉપરાંત અહી સાેશ્યલ ડિસ્ટન્સ પણ જળવાતુ નથી. ત્યારે બેંક સતાધીશાે દ્વારા વધુ કેસ બારી ખાેલવામા અાવે તેવુ ગ્રાહકાે ઇચ્છી રહ્યાં છે. એસબીઆઈમા સરકારની ગાઇડ લાઇનનુ જાણે પાલન કરવામાં બેંકના અધિકારીઓને કોઈ રસ ન હોય તેવું લાગી રહ્યું છે. અહીં બેંકની કેસ બારી આગળ લાંબી લાઈનો લાગેલી જોવા મળી રહી છે. બેંક મેનેજર દ્વારા બીજી કેસ બારી ખોલી લોકોની સેવામાં વધારો કરવો જોઈએ તેવી માંગ બેંકના ગ્રાહકોમાંથી ઉઠવા પામી છે.

અહી બેકિંગ કામકાજ માટે આવતા લોકોને અહીં અપૂરતી સુવિધાઓનો સામનો કરવાની ફરજ પડી રહી છે.અહીં એક જ કેસ બારી હોવાથી રોકડ નાણાં ઉપાડ અને ભરણા માટે લાઈન લાગે છે. વળી ખેત ધિરાણ પણ શરૂ હોવાથી ખેડૂતો પણ મોટી સંખ્યામાં બેંકમાં ધિરાણ ભરવા અને ઉપાડ કરવા આવતા હોય છે. પણ એક જ કેસ બારી હોવાથી સમય મર્યાદામાં લોકોનો વારો આવતો નથી. ત્યારે તાકિદે વધુ કેસ બારી ખાેલવામા અાવે તેવી ગ્રાહકાેમાથી માંગ ઉઠી રહી છે.

અન્ય સમાચારો પણ છે...