ખેડૂતો ખુશખુશાલ:તહેવાર પૂર્વે બાબરા મા. યાર્ડમાં કપાસની 27 હજાર મણ આવક

બાબરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
જીનીંગ ઉદ્યોગો આવેલા હોવાથી અહીં સીઝનમાં કપાસની સારી આવક જોવા મળે છે. - Divya Bhaskar
જીનીંગ ઉદ્યોગો આવેલા હોવાથી અહીં સીઝનમાં કપાસની સારી આવક જોવા મળે છે.
  • ખેડૂતાેને 1150 થી લઇ 2000 સુધીનાે ભાવ મળતા ખુશખુશાલ
  • યાર્ડમાં દિવાળી વેકેશન પડવાનું હાેવાથી વાહનાેની કતારાે લાગી

દિપાવલીના તહેવાર પુર્વે જ બાબરા યાર્ડમા અાજે કપાસની અધધ 27 હજાર મણ જેટલી અાવક અાવી હતી. અહી ખેડૂતાેને કપાસના ભાવ પણ ઉંચા મળતા હાેય ખુશખુશાલ જાેવા મળ્યાં હતા. યાર્ડમા દિવાળી વેકેશન પડવાનુ હાેય અને અાજે અંતિમ દિવસ હાેવાથી યાર્ડમા વાહનાેની કતારાે જાેવા મળી હતી.બાબરા માર્કેટીંગયાર્ડ કપાસનું પીઠુ માનવામાં આવે છે. બાબરા તેમજ આસપાસના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં જીનીંગ ઉદ્યોગો આવેલા હોવાથી અહીં સીઝનમાં સારી આવક કપાસની જોવા મળતી હોય છે. દિવાળીના તહેવારને પગલે યાર્ડ દ્વારા 7 દિવસનું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે.

અાવતીકાલથી એટલે કે તા.2ના રોજથી યાર્ડમાં રજાનો માહોલ છે. જેથી આગલા દિવસે યાર્ડમાં પુષ્કળ પ્રમાણમાં કપાસની આવક જોવા મળી હતી. વહેલી સવારથી જ બાબરા તેમજ આસપાસના પાંચાળ વિસ્તારના ગ્રામ્ય વિસ્તારો તેમજ લાઠી,આટકોટ,ગઢડા સહિત અન્ય તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો ટ્રેકટર,છકડો રીક્ષા,બોલેરો તેમજ બળદ ગાડાઓ સાથે યાર્ડમાં પહોંચ્યા હતા. અને લાંબી લાઈનો લાગી હતી. તેમજ હરરાજી પ્રક્રિયાના અંતે બાબરા માર્કેટિંગયાર્ડમાં 27 હજારથી વધુ મણ કપાસની આવક નોંધાઈ હતી.તો ખેડૂતોને કપાસના 1150થી લઈને 2000 સુધીના ભાવ મળ્યા હતા. અને સરેરાશ 1650થી લઈને 1850 સુધીના ભાવે વેચાયો હતો. આજે યાર્ડમાં ભાવ 2 હજાર સુધી પહોંચ્યો હતો. અને એવરેજ ભાવ પણ સારો હતો.

યાર્ડમાં રજાના દિવસે કેટલાક જીનીંગ ચાલુ છે તેવામાં જીનર્સોને માલની અછત ન પડે તે માટે ખરીદી વધુ હતી. જ્યાં સુધી યાર્ડ શરૂ ન થાય ત્યા સુધી સ્ટોક કરવા જીનર્સોએ વધુ કપાસની ખરીદી કરી હતી. જેથી આજે માર્કેટ ઉંચકાયું હતું. અને ભાવ વધુ જોવા મળ્યા હતા.

અાજથી યાર્ડમાં દિવાળી વેકેશન: પંડ્યા
આ અંગે બાબરા માર્કેટિંગયાર્ડના સેક્રેટરી અજયભાઇ પંડયાઅે જણાવ્યું હતું કે બાબરા માર્કેટિંગ યાર્ડ અાવતીકાલ તારીખ 2ના રાેજથી દિવાળી વેકેશન પડી જશે. રજા બાદ લાભ પાંચમના દિવસે યાર્ડ ખુલશે.

અન્ય સમાચારો પણ છે...