રજુઆત:બાબરા ખાખરિયા માર્ગ તદ્દન ભંગાર હાલતમાં

બાબરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મસમોટા ખાડાથી વાહન ચાલકો પરેશાન - ધારાસભ્યને રજુઆત

બાબરા ખાખરીયા માર્ગ પાછલા કેટલાક સમયથી તદન બિસ્માર હાલતમા બની ગયો છે જેના કારણે વાહન ચાલકોને પરેશાની ભોગવવી પડી રહી છે. આ પ્રશ્ને સરપંચ દ્વારા ધારાસભ્યને રજુઆત કરવામા આવી છે. ખાખરીયા ગ્રામ પંચાયતના સરપંચ વિપુલભાઈ કાચેલાએ ધારાસભ્ય જનકભાઇ તળાવીયાને કરાયેલી રજુઆતમા જણાવાયું હતુ કે બાબરા ખાખરીયા માર્ગની ચોમાસા બાદ ભંગાર હાલત થઇ ગઇ છે. મરામત કે પેચવર્ક કરવામા આવતુ ન હોય લોકોને હાડમારી વેઠવી પડી રહી છે.

માર્ગોની પરિસ્થિતિ દયનિય બની છે. શહેરમાંથી પસાર થતા રાજકોટ- ભાવનગર બાબરા - અમરેલી અને બાબરા ગોંડલ જેવા સ્ટેટ માર્ગો ઘણા સમયથી પેચવર્કની રાહ જોઇ રહ્યાં છે. વળી અહીં મોટા તેમજ ભારે વાહન પસાર થતા હોવાથી માર્ગ બિસ્માર બની જાય છે.

સ્થાનિક તંત્રની આળસના કારણે માર્ગોની મરામતનહિ કરવામાં આવતા લોકો તેમજ રાહદારીઓને ભોગવવાનો વારો આવી રહ્યો છે.ખાખરીયા બાબરા માર્ગ ઘણા સમયથી મંજુર થયો છે. પણ શા કારણોસર અહીં રોડ બનાવવામાં આવતો નથી ?. ખાખરીયાથી બાબરા દરરોજ મોટી સંખ્યામાં વિધાર્થીઓ તેમજ રત્નકલાકારો અને સામાન્ય લોકોની અવરજવર રહે છે. માર્ગ પર મસમોટા ખાડા પડી ગયા છે જેના કારણે વાહન ચાલકો તોબા પોકારી ઉઠયાં છે. ત્યારે તાકિદે માર્ગનુ સમારકામ કરવામા આવે તેવી માંગ ઉઠી છે.તસવીર- રાજુ બસીયા

અન્ય સમાચારો પણ છે...