વાહન ચાલકોને હાલાકી:બાબરા-અમરેલી માર્ગ બન્યો ઉબડ - ખાબડ: તાકીદે સમારકામ કરવા માંગ

બાબરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અનેક જગ્યાએ મોટા ખાડાથી વાહન ચાલકોને અકસ્માતની સેવાતી ભીતિ

બાબરા અમરેલી માર્ગ પાછલા કેટલાક સમયથી બિસ્માર બની ગયો છે. ચોમાસામા તો અહી ઠેકઠેકાણે ખાડાઓ પડી ગયેલા નજરે પડી રહ્યાં છે. જેના કારણે અહીથી પસાર થતા વાહન ચાલકોને અકસ્માતની ભીતિ સતાવી રહી છે.

માર્ગ બિસ્માર બની ગયો હોવા છતા માર્ગ મકાન વિભાગ દ્વારા મરામતની કોઇ કામગીરી હાથ ધરાતી નથી. બાબરામાથી અમરેલી, બાબરા, ગોંડલ તેમજ રાજકોટ ભાવનગર એમ ત્રણ હાઇવે પસાર થાય છે. અહી દિવસ રાત વાહનો ધમધમતા જ રહે છે.

ત્યારે અહીના મોટા બસ સ્ટેન્ડથી નાના બસ સ્ટેન્ડ તેમજ છેક સરદાર પટેલ સર્કલ સુધી માર્ગ અતિ બિસ્માર બની ગયો છે.રાજકોટ ભાવનગર માર્ગ પર પણ ખાડાઓ પડી ગયા છે. હાલ ચોમાસાની ઋતુમા અહીથી પસાર થતા નાના વાહન ચાલકોને અકસ્માત થવાની ભીતિ સતાવી રહી છે.

અનેક વખત અકસ્માતો સર્જાયા છે
અહીથી પસાર થતા માર્ગો બિસ્માર બની ગયા છે. ઠેકઠેકાણે નાના મોટા ખાડાથી માર્ગ ઉબડખાબડ બની ગયા છે. આવા માર્ગને કારણે અહી નાના મોટા અકસ્માતો સર્જાતા રહે છે.

અન્ય સમાચારો પણ છે...