કરૂણાંતિકા:તળાવમાં પડેલી ભેંસને કાઢવા જતાં માલધારી વૃદ્ધનું ડૂબી જતા થયું મોત

બાબરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બાબરા તાલુકાના સુકળવા ગામની ઘટના: સરપંચ સહિતના લોકો દોડ્યા

બાબરા તાલુકાના સુકવળા ગામે પશુપાલનનો વ્યવસાય કરતા રઘુભાઇ ઉકાભાઇ રાતડીયા (ઉ.વ.70) નામના વૃધ્ધનુ તળાવમા ડૂબવાથી મોત થયુ હતુ. મૃતક રઘુભાઇ રાતડીયા આજે સવારે ગાય અને ભેંસ સહિતનુ પશુધન લઇ ચરાવવા માટે સીમમા નીકળ્યાં હતા. બપોરના સમયે એક ભેંસ અહીના વાકડાના તળાવમા જતી રહી હતી.

જેથી રઘુભાઇ આ ભેંસને બહાર કાઢવા માટે તળાવમા ઉતર્યા હતા. પરંતુ પગ લપસી જતા ઉંડા પાણીમા ડૂબી જવાથી તેમનુ મોત થયુ હતુ. સ્થાનિક લોકો દ્વારા તેમની લાશ બહાર કાઢી બાબરા દવાખાને ખસેડાઇ હતી. બનાવને પગલે ગામના સરપંચ સનાભાઇ મેટાળીયા, જિલ્લા પંચાયતના સદસ્ય પ્રભાતભાઇ કોઠીવાલ વિગેરે બાબરા હોસ્પિટલે દોડી આવ્યા હતા.

દામનગરમાં વીજશોક લાગતા યુવકનુ ંમોત
મુળ છોટાઉદેપુરના તરોલમા રહેતો અને હાલ દામનગરમા ભાગવી રાખેલ વાડીમા રહી ખેતમજુરી કામ કરતા નિલેશભાઇ ગણપતભાઇ ભીલ (ઉ.વ.18) નામનો યુવક પોતાની ભાગવી રાખેલ વાડીએ ઓરડી પાસે ઉગી નીકળેલ ઘાસનુ નિંદામણ કરી રહ્યો હતો.આ દરમિયાન બાજુમા ઇલેકટ્રીક લાઇટના અર્થિંગના વાયરને અડી જતા તેનુ વિજશોક લાગતા મોત થયુ હતુ. બનાવ અંગે ગણપતભાઇ ભીલે દામનગર પોલીસ મથકમા જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...