તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:બાબરામાં રાસાયણીક ખાતરના ભાવ મુદ્દે આમ આદમી પાર્ટીનું આવેદન

બાબરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પાર્ટીના સભ્યોએ મામલતદારને આવેદન પાઠવ્યું. - Divya Bhaskar
પાર્ટીના સભ્યોએ મામલતદારને આવેદન પાઠવ્યું.
  • ખાતરના ભાવ પરત ખેંચવા રજુઆત કરાઈ

રાજ્યમાં રાસાયણિક ખાતરના ભાવ મુદ્દે દરેક રાજકીય પક્ષો અને ખેડૂત સંગઠનો રાજ્ય સરકાર સામે અવાજ ઉઠાવી રહ્યા છે. ત્યારે બાબરામાં આમ આદમી પાર્ટીના અગ્રણીઓ દ્વારા રાસાયણિક ખાતર ભાવ મુદ્દે મામલતદારને આવેદનપત્ર પાઠવી ખાતરના ભાવ પરત ખેંચવા રજુઆત કરાઇ હતી.

બાબરા શહેર આમ આદમીના પાર્ટીના અગ્રણી કૌશિકભાઈ ભરાડ દ્વારા જણાવ્યું હતું કે હાલ ચોમાસાની સિઝન નજીક છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ખાતરના ભાવ વધારી ખેડૂતને મોટો આર્થિક માર મારવામાં આવ્યો છે. હાલ ખેડૂતને ખાતરની તાતી જરૂર છે. પણ નાછૂટકે મોંઘું ખાતર ખરીદવા મજબૂર બનવું પડે છે.

ફેબ્રુઆરી માસમાં ખાતરના ભાવ વધ્યા છે. પણ હજુ સુધી ભાવ નહિ ઘટાડી ખેડુતને અન્યાય કરી રહી છે. ત્યારે હવે રાજ્ય સરકાર ત્વરિત ખાતરના ભાવમાં ઘટાડો કરે તેવી માંગણી આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી હતી.

ખાતરમાં ઝીંકાયેલો ભાવ વધારો પરત ખેંચો
રાજુલામાં રાસાયણિક ખાતરમાં ઝીંકાયેલ ભાવ વધારો પરત ખેંચવા માટે રાજુલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કનુભાઇ ધાખડા અને ભરતભાઇ સાવલીયાએ કેન્દ્રીય કૃષિ મંત્રીને રજૂઆત કરી હતી. અહી રાસાયણિક ખાતરની એક બેગ દીઠ રૂપિયા 500 થી 700નો ભાવ વધતા ખેડૂતોની માઠી દશા બેઠી છે. તેમજ ડીઝલમાં પણ ભાવ વધતા ખેડૂતોની માઠીદશા બેઠી છે. ત્યારે ખેડૂતોને ડીઝલમાં સબસિડી આપવા પણ માંગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...