અકસ્માત:બાબરા નિલવડા વચ્ચે પવનચક્કી ભરેલા ટ્રક નીચે કચડાતાં અમરેલીના યુવાનનું મોત

બાબરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જન્મ દિવસ પર જ યુવકને કાળ આંબી ગયો

અમરેલીના ચોરાપામા રહેતો હાર્દિક હરેશભાઇ શુકલા (ઉ.વ.30) નામનો યુવાન બપોરના સમયે પોતાનુ મોટર સાયકલ લઇ પુજાપાનો સામાન દેવા માટે નિલવડા જવા નીકળ્યો હતો. બપોરે ત્રણેક વાગ્યાના સુમારે આ યુવાન બાબરાથી આગળ પહોંચ્યો ત્યારે પવનચક્કીનુ પાંખડુ ભરીને જતા ટ્રક નીચે બાઇક ઘુસી ગયુ હતુ.

બાઇક ટ્રકના પાછલા જોટામા આવી જતા યુવકનુ કચડાઇ જવાથી ઘટના સ્થળે જ મોત થયુ હતુ. મૃતક યુવકને સંતાનમા એક પુત્રી હોવાનુ જાણવા મળેલ છે. આ યુવાને ગઇકાલે જ પોતાની કાર વેચી નાખી હતી. જેથી આજે તે બાઇક લઇને નીકળ્યો હતો. આજે તેનો જન્મ દિવસ પણ હતો. પંચાળ વિસ્તારમા પવનચક્કીનુ કામ મોટાપાયે ચાલી રહ્યું છે. નિલવડા જવાનો રસ્તો ખરાબ હોય આ ટ્રક ત્રણ દિવસથી હાઇવે પર પડયો હતો. અને રસ્તો રીપેર થયા બાદ તે નિલવડા તરફ રવાના થયો હતો. પરંતુ એક કિમી દુર પહોંચતા જ અકસ્માત થયો હતો.

અન્ય સમાચારો પણ છે...