અમરેલી:ચમારડીમાં ભારે પવનથી વૃક્ષ ધરાશાયી: બાઇક ચાલક યુવક, વૃદ્ધાને ઇજા પહોંચી

બાબરા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • લીમડાનું તોતીંગ વૃક્ષ તુટી પડતા પાર્ક કરેલી કારને પણ ભારે નુકસાન

અમરેલી પંથકમાં આજે દિવસ દરમિયાન અવાર નવાર ભારે પવન ફુંકાયો હતો. બાબરાના ચમારડીમાં પણ આજે તેજ પવન ફુંકાતા લીમડાનું એક વિશાળ વૃક્ષ અહિંથી પસાર થઇ રહેલા મોટર સાયકલ પર તુટી પડયુ હતું. ચમારડીના ડાયાભાઇ રવજીભાઇ મોણપરા (ઉ.વ. 35) નામનો યુવાન તેના મિત્રના માતાને મોટર સાયકલ પાછળ બેસાડી બેંકના કામે લઇ જઇ રહ્યો હતો ત્યારે આ વૃક્ષ તેના પર તુટી પડયુ હતું. જેના કારણે બન્નેને ઇજા પહોંચી હતી. બાઇક ચાલક ડાયાભાઇને ગંભીર ઇજા પહોંચી હોય 108 એમ્બ્યુલન્સ મારફત પ્રથમ બાબરા દવાખાને અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ દવાખાને રીફર કરવામાં આવેલ છે. લીમડાની નિચે એક કાર પણ પડી હોય વૃક્ષ તુટી પડતા કારને નુકશાન થયુ હતું. આસપાસના લોકો મદદે દોડ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...