તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:બાબરા તાલુકાના વાંકિયામાં સ્કૂલ સામે જ ગંદકીના ગંજ

બાબરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છાત્રોની પરેશાની દૂર કરવા સ્થાનિક લોકોની તંત્રને રજૂઆત

બાબરાના વાંકીયાની શાળામાં ધોરણ 6 થી 8નો અભ્યાસક્રમ શરૂ થઈ ગયો છે. પણ અહી સ્કૂલ પાસેથી ચારે તરફ ગંદકી નજરે ચડે છે. બીજી તરફ સ્કૂલની પાસે વરસાદી પાણી ભરાયેલા રહે છે. જેના કારણે કાદવ- કીચડ પણ જામ્યો છે. પણ ગ્રામ પંચાયત કે પછી તંત્રએ સફાઈની તજવીજ હાથ ધરી નથી.

જેના કારણે વિદ્યાર્થીઓને શાળાએ અભ્યાસ માટે પાણી અને કાદવમાંથી પસાર થવું પડે છે. છાત્રો અહી પડી -આખડી રહ્યા છે. જેના કારણે ઈજાનો ભોગ પણ બનવું પડે છે. તેમજ સમગ્ર દિવસ દરમિયાન બાજુમાં રહેલી ગંદકીના કારણે શાળામાં મચ્છરનો ઉપદ્રવ જોવા મળે છે. ત્યારે તંત્ર અને ગ્રામ પંચાયત તાત્કાલીક અહી સફાઈ હાથ ધરે તેવી સ્થાનિક યુવાન લાલભાઈ અને અન્યએ માંગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...