નિર્ણય:બાબરામાં નવી મામલતદાર કચેરીનુ નિર્માણ કરાશે

બાબરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માર્ગ મકાન વિભાગ દ્વારા પણ અગાઉ સરકારમાં રિપોર્ટ કરાયો હતો
  • બજેટમા નાણાની જોગવાઇ કરાઇ : ચેમ્બર દ્વારા અનેક વખત રજુઆત કરાઇ

બાબરામાં મામલતદાર કચેરી બિસ્માર બની ચુકી છે. માર્ગ મકાન વિભાગ દ્વારા પણ અગાઉ સરકારમા રીપોર્ટ કરવામા આવ્યો હતો. ચેમ્બર દ્વારા પણ રજુઆત કરાઇ હતી જેને પગલે રાજય સરકારના બજેટમા નાણાની જોગવાઇ કરાઇ હતી અને આગામી દિવસોમા નવી મામલતદાર કચેરીનુ નિર્માણ થશે.

બાબરા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મુનભાઈ મલકાણ દ્વારા રાજ્ય સરકારમાં સતત રજુઆત કરવામાં આવી હતી કે અહીં મામલતદાર કચેરી દાયકાઓ જૂની છે અને સાવ નબળી પડી છે. કચેરીના દરેક શાખાના સ્લેબ નબળા પડ્યા જે અવારનવાર પડે છે. તેમજ ચોમાસામાં પાણી પણ પડી રહ્યું છે.

ત્યારે બાબરાને નવી મામલતદાર કચેરી ફાળવણી કરવામાં આવે તેવી સતત રજુઆત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ નાણાંમંત્રી કનુભાઈ દેસાઈને પત્ર પાઠવી રજુઆત કરવામા આવી હતી. જેને પગલે રાજ્ય સરકાર દ્વારા વિધાનસભાના ચાલુ સત્રમાં રાજ્યના અન્ય તાલુકાની સાથે બાબરાને પણ નવી મામલતદાર કચેરીની ફાળવણી કરવામાં આવતા તાલુકાની જનતામાં આનંદની લાગણી પ્રસરી ગઇ હતી. તેમણે વધુમા જણાવ્યું હતુ કે રાજયના અન્ય તાલુકાની મામલતદાર કચેરીની સાથે બાબરામા પણ નવી કચેરી બનશે.

અન્ય સમાચારો પણ છે...