સમસ્યા:બાબરા ગામમાં 40 આવાસ મંજુર કરાયા પણ સર્વેની કામગીરી ઢીલી

બાબરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અરજદારાે ઘરનંુ ઘર બંધાય તેની રાહ જાેઇને બેઠા છે
  • હાલ ઘરવિહોણા ગરીબ પરિવારો ગમે તેમ કરી વસવાટ કરે છે

બાબરામા પ્રધાનમંત્રી અાવાસ યાેજના માટે 40 અરજદારાેની અરજી મંજુર કરાઇ છે. પરંતુ પાછલા ઘણા સમયથી અરજીઅાે પેન્ડીંગ પડી છે. અાવાસ માટે કાેઇ પ્રકારની સર્વેની કામગીરી પણ હાથ ધરવામા અાવી નથી જેના કારણે ગરીબ વર્ગના અરજદારાે ઘરનુ ઘર બંધાય તેની રાહ જાેઇને બેઠા છે.પ્રધાનમંત્રી અાવાસ યાેજના હેઠળ બાબરામા અનેક ગરીબ પરિવારના લાેકાેઅે અા યાેજનામા પાલિકામા અરજી કરી છે. શહેરમા 40 અરજદારાેની અરજી પણ મંજુર થઇ ગઇ છે. જાે કે તેમ છતા પાછલા ઘણા સમયથી કામગીરી ટલ્લે ચડી છે.

જેના કારણે ગરીબ અરજદારાેને કચેરીના ધક્કા ખાવા પડી રહ્યાં છે. જે અરજદારાેની અરજી મંજુર થઇ છે તે માટે તંત્ર દ્વારા સર્વે કરવામા અાવે છે. જાે કે હજુ સુધી સર્વેની કામગીરી જ કરવામા અાવી ન હાેય અરજદારાેને મુશ્કેલી પડી રહી છે.હાલ તાે અાવા અનેક ઘરવિહાેણા ગરીબ પરિવારાે ગમે તેમ કરી વસવાટ કરી રહ્યાં છે. ત્યારે તંત્ર દ્વારા તાકિદે બાંધકામ સર્વેની કામગીરી હાથ ધરવામા અાવે અને ગરીબ પરિવારાેને તુરત ઘરનુ ઘર મળી રહે તેવી કાર્યવાહી હાથ ધરવામા અાવે તેવુ અરજદારાે ઇચ્છી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...