દિપાવલી પર્વ:બાબરામાં ફટાકડાના 31 સ્ટાેલ, રૂપિયા 50 થી લઇ 2500 સુધીના ફટાકડાનું વેચાણ, જાે કે ઘરાકી સામાન્ય

બાબરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દિપાવલી પર્વને હવે ગણતરીના કલાકાે જ બાકી રહ્યાં છે. ત્યારે બાબરામા ગર્લ્સ હાઇસ્કુલ નજીક ફટાકડાના 31 સ્ટાેલ ઉભા કરાયા છે. જાે કે અહી હાલ ઘરાકી સામાન્ય જાેવા મળી રહી છે જેને પગલે વેપારીઅાેમા નિરાશા જાેવા મળી રહી છે.

અહી ગર્લ્સ હાઈસ્કૂલની પાછળ છેલ્લા સાત વર્ષથી ફટાકડાની ભવ્ય બજાર લાગે છે. જેમાં તાલુકાના લોકો મનપસંદ ફટાકડાની ખરીદી કરે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીના પર્વને બે ચાર દિવસની વાર હોય ત્યારે અહીં ફટાકડાની બજાર લાગી છે. અહી કુલ 31 સ્ટાેલ ઉભા કરાયા છે. તમામ દુકાનાે પરથી સ્વદેશી ફટાકડા અને અવનવી વેરાયટીમા ફટાકડાનુ વેચાણ કરવામા અાવી રહ્યું છે. ગત વર્ષની સરખામણીમા ચાલુ સાલે હજુ જાેઇઅે તેવી ઘરાકી નીકળી નથી જેના કારણે વેપારીઅાે થાેડી મુંઝવણ અનુભવી રહ્યાં છે.

હાલ ખેતીની સિઝન સહિત અન્ય વ્યવસાયમાં લોકો રોકાયેલા હોવાથી પૂરતા પ્રમાણમાં ખરીદી કરવા આવતા નથી. ધનતેરસ બાદ બાળકો સાથે પરિવાર દ્વારા ફટાકડાની ધૂમ ખરીદી કરાશે. ફટાકડાના વેપારી મૌલિકભાઈ તેરૈયાએ જણાવ્યું હતું ચાલુ વર્ષે બજારમા ખૂબ સારા ફટાકડા આવ્યા છે. ખાસ કરીને બાળકોને પસંદ પડે તેવા વધુ આવ્યા છે. અને તેની માંગ પણ જોવા મળી રહી છે. બેબી રોકેટ, બટરફલાય, પોપપોપ જેવા ફટાકડા બાળકોમાં ખૂબ પ્રિય છે. હાલ 50 થી 2500 સુધીના ફટાકડા બજારાેમા વેચાણ થઇ રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...