કૃષિ:બાબરા યાર્ડમાં કપાસની 25 હજાર મણ આવક, ગત વર્ષ કરતા આવક સારી

બાબરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
કપાસની મબલખ આવક થતાં બાબરા માર્કેટીંગ યાર્ડ ખીચોખીચ. - Divya Bhaskar
કપાસની મબલખ આવક થતાં બાબરા માર્કેટીંગ યાર્ડ ખીચોખીચ.
  • ખેડૂતાેને રૂપિયા 1800થી 2080 સુધીનાે ઉંચાે ભાવ મળતા ખુશી

બાબરા પંથકમાં ગત વર્ષ કરતા કપાસની સારી એવી આવક જોવા મળી રહી છે. યાર્ડમાં કપાસની સિઝનની શરૂઆતથી આવકમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે અાજે યાર્ડમા કપાસની 25 હજાર મણ જેટલી મબલખ અાવક અાવી હતી. અહી કપાસનાે ભાવ પણ સારાે મળતા ખેડૂતાેમા ખુશી જાેવા મળી રહી છે. બાબરામાં માર્કેટીંગયાર્ડમાં છેલ્લા એક પખવાડિયાથી કપાસની સારી એવી આવક જોવા મળી રહી છે. અને તેમાં ઉતરોતર વધારો પણ જોવા મળી રહ્યો છે. અને યાર્ડમાં સારો કપાસ મળતા વેપારીઓએ પણ ખરીદીમાં હોડ લગાવતા ખેડૂતોને ભાવ પણ સારો મળી રહ્યો છે.

જેના કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. બાબરા માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી અજયભાઈ પંડયાઅે જણાવ્યું હતું કે હાલ બાબરા યાર્ડમાં સૌરાષ્ટ્રના ભાવનગર,બોટાદ,ગઢડા,ઢસા,જસદણ,વીંછીયા,ચિતલ,અમરેલીના મોટાભાગના સેન્ટર પરથી કપાસની પુષ્કળ આવક આવી રહી છે. શરૂઆતમાં યાર્ડમાં દરરોજ 10 હજાર મણની આવક થઈ રહી છે.

આજે 25 હજાર મણથી વધુ અાવક અાવી હતી. હજુ કપાસ ખેડૂતો પાસે પડયાે હાેય જેથી વધુ આવક જોવા મળે તો નવાઈ નહિ. વળી અહીં યાર્ડમાં ખેડૂતોની ખરીદી અને ભાવથી સંતોષ હોવાથી ખેડૂતો બાબરા યાર્ડમાં કપાસ આપવા માટે પ્રોત્સાહિત થઈ રહ્યા છે. યાર્ડમાં આજે 1600થી 1800 તેમજ ઉંચાે ભાવ 2080 સુધી મળતા ખેડૂતાેમા ખુશી જાેવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...