વાવેતર:બાબરા યાર્ડમાં કપાસની 10 હજાર મણ આવક, હજુ કપાસની આવકમાં વધારો થવાની સંભાવના

બાબરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કપાસનો ભાવ રૂપિયા 2280થી 3040 સુધી ઉંચો રહેતા ખેડૂતોમાં ખુશી

બાબરા માર્કેટીંગયાર્ડમાં સીઝનની શરૂઆતથી જ કપાસની આવકમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તેમજ આવકમાં પણ સારી એવી સ્થિરતા જોવા મળી રહી છે. ગત ચોમાસુ સારૂ રહેતા બાબરા તાલુકામા કપાસનું ઉત્પાદન સારું રહ્યું હતું. તેમજ અહીં યાર્ડમાં બાબરા સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના સેન્ટરમાંથી ખેડૂતો કપાસના વેચાણ અર્થે આવી રહ્યા છે. આજે પણ યાર્ડમા કપાસની મબલખ 10 હજાર મણ આવક આવી હતી.

બાબરા માર્કેટીંગયાર્ડમાં આજે કપાસની 10 હજાર મણની આવક જોવા મળી હતી. અને ભાવ પણ બાબરા યાર્ડમા અને સૌરાષ્ટ્રના યાર્ડમાં ઊંચો હોય તેમ રૂપિયા 2280 થી 3040 સુધી રહેતા ખેડૂતોને ખુશીનો કોઈ પાર રહ્યો ન હતો. હાલ યાર્ડ કપાસની ગાંસડીઓથી છલકાઇ ઉઠયુ હતુ.

બાબરા યાર્ડના સેક્રેટરી અજયભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે બાબરા યાર્ડમાં સીઝનના અંતિમ રાઉન્ડમાં કપાસની સારી આવક જોવા મળી છેે. તેમજ ભાવ ઊંચો રહેવાનું કારણ કપાસની ગાંસડીઓનો ભાવ એક લાખની પાર રહેતા ખરીદીમા માંગ વધતા કપાસમાં તેજી આવી છે. હજુ કપાસની આવક આગળ વધુ જોવા મળશે. અને ભાવ પણ ખેડૂતોને ઊંચો મળશે.

અન્ય શહેરોમાંથી પણ કપાસની આવક
બાબરા માર્કેટીંગયાર્ડમા બાબરા પંથકના ખેડૂતો તો કપાસ વેચવા આવે જ છે. પરંતુ અહી બોટાદ, જસદણ, ગોંડલ સહિત અન્ય શહેરોમાથી પણ મોટી સંખ્યામા ખેડૂતો પોતાનો કપાસ વેચવા માટે આવે છે. જેના કારણે અહી કપાસની મબલખ આવક જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...