હુકમ:કિસાન સન્માન નિધી યોજનાના વેરીફિકેશન માટે 1 રૂપિયો ચુકવાશે

બાબરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમગ્ર રાજ્ય સહિત બાબરામાં પરિપત્રનો અમલ કરવા જણાવાયું
  • ખેતી નિયામક દ્વારા પરિપત્ર કરાતા વીસીઇ યુનિયન મંડળે વિરોધ નોંધાવ્યો

સમગ્ર રાજય સહિત બાબરા તાલુકામા વીસીઇને કિસાન સન્માન નિધી યોજનાના વેરીફિકેશન માટે એક રૂપિયાની ચુકવણી કરવામા આવશે તેવો પરિપત્ર કરાતા યુનિયન મંડળ દ્વારા વિરોધ નોંધાવાયો હતો. બાબરા વીસીઇ યુનિયન મંડળના પ્રમુખ વિમલભાઇ અમરેલીયાએ જણાવ્યું હતુ કે રાજ્યના વીસીઇને કિસાન સન્માન નિધિ યોજના વેરિફિકેશન માટે લાભાર્થી દીઠ રૂપિયા એકની ચુકવણી ખેતી નીયામક કચેરી તરફથી કરવામાં આવશે.

તેવા પ્રકારનો હુકમ અને પરિપત્ર કરવામાં આવતા રાજ્યના તમામ વીસીઇ દ્વારા આ હુકમનો વિરોધ કરી ખેડૂતોને કિસાન સન્માન નિધિ યોજનાના ફોર્મનું વેરિફિકેશન મફતમાં કરી અપાશે અને ખેતી નિયામક દ્વારા વીસીઇને રૂપિયા એકનુ મહેનતાણું ચુકવવાનો જે હુકમ કરવામાં આવ્યો છે તે એક રૂપિયો ખેતીનીયામકને પરત આપવામાં આવશે.સરકાર દ્વારા જાણે વીસીઇ સાથે મજાક કરવામા આવી રહી હોય તેવા આ પરિપત્રનો વિરોધ કરાયો હતો. અને આગામી દિવસોમા પીએમ કિસાન સન્માન નિધીના 12 હપ્તાનુ વેરીફિકેશન ખેડૂતોને મફતમા કરી અપાશે તેમ જણાવાયું હતુ.

અન્ય સમાચારો પણ છે...