તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ ભરી દીધા છે. બન્ને પક્ષ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સૌથી વધુ બેઠકો અંકે કરવા એડીચોંટીનું જોર લગાવી રહી છે. ત્યારે ડાંગ જિલ્લામાં યોજાયેલી પેટાચૂંટણી ભાજપ માટે શુકનિયાળ સાબિત થઇ હોય તેમ લાગી રહ્યું છે. એક તરફ જ્યાં ડાંગમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ભાજપનો ખેસ ધારણ કરી રહ્યાં છે ત્યાં સુબીર તાલુકા પંચાયતની દહેર બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર પ્રદીપ સોલંકીનું ફોર્મ રદ થતાં આ બેઠકમાં ભાજપની સીટ બિનહરીફ જાહેર થઇ છે. જ્યારે 'આહવા 2' ની જિલ્લા પંચાયત સીટ અને 'દગડીઆંબા' જિલ્લા પંચાયત સીટમાં કોંગ્રેસી ઉમેદવારે ફોર્મ પાછું ખેંચતા આ બન્ને બેઠક પર ભાજપ બિનહરીફ થયું છે.
અધૂરી વિગતોના કારણે ફોર્મ રદ કરવામાં આવ્યું
કોંગ્રેસના ઉમેદવાર પ્રદીપ ઇશ્વર સોલંકીના ફોર્મની ચૂંટણીપંચ દ્વારા ચકાસણી કરવામાં આવી હતી. જે દરમિયાન ફોર્મમાં વિગતો અધૂરી હોવાનું ચૂંટણી અધિકારીને જણાઇ આવતા પ્રદીપ સોલંકીનુ ફોર્મ રદ કરવામાં આવ્યું હતું. આ સાથે જ ભાજપના ઉમેદવાર રઘુભાઈ કાળુભાઈ સાલ્વે બિનહરીફ જાહેર થયા હતા અને આ બેઠક ભાજપના ખોળામાં ગઇ હતી. કોંગ્રેસમાં સન્નાટો ભાજપમાં ખુશીનો માહોલસુબીર તાલુકા પંચાયતની દહેર બેઠકમાં ભાજપ બિનહરીફ થતાં સમગ્ર ડાંગ જિલ્લા ભાજપમાં ખુશોનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે કોંગ્રેસમાં સન્નાટો વ્પાપી ગયો છે.
કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા 2 સીટ પર ભાજપ બિનહરીફ
'આહવા 2' ની જિલ્લા પંચાયત સીટ અને 'દગડીઆંબા' જિલ્લા પંચાયત સીટમાં કોંગ્રેસી ઉમેદવારે ફોર્મ પાછું ખેંચ્યુ છે. જેથી બન્ને બેઠકો પર ભાજપ બિનહરીફ જાહેર થયું છે,કોંગ્રેસનો ગઢ મનાતા ડાંગ જિલ્લામાં કોંગ્રેસના અસ્તિત્વ સામે ખતરો ઉભો થવા પામ્યો છે,જેથી સ્થાનિક સ્વરાજની ચૂંટણી કોંગ્રેસ કઈ રણનીતિથી જીતશે તે અંગે પ્રશ્નાર્થ જન્મ્યો છે
.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.