તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિકાસ કામો:પાણીજન્ય રોગથી મુકત ગુજરાત બનાવી ઘરે-ઘરે શુદ્ધ પાણી આપવું છેઃ સીએમ વિજય રૂપાણી

ડાંગ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
મુખ્યમંત્રી વિજય રૂપાણી - Divya Bhaskar
મુખ્યમંત્રી વિજય રૂપાણી
  • મુખ્યમંત્રી રૂપાણીએ ડાંગ જિલ્લામાં રૂ. 47 કરોડની પાણી પુરવઠા યોજનાનું ખાતમૂર્હત કરીને જિલ્લાને રૂ. 75 કરોડના વિકાસ કામોની ભેટ આપી

મુખ્યમંત્રીએ રાજ્યના અંતરિયાળ આદિજાતિ વિસ્તાર ડાંગમાં રૂ. 47 કરોડના ખર્ચે આકાર પામનારી પાણી પુરવઠા યોજનાનું ખાતમૂર્હત સાથે આ વનબંધુ વિસ્તારને કુલ રૂ. 75 કરોડના વિકાસકામોની ભેટ એક જ દિવસમાં આપી હતી. રાજ્યના દૂરદરાજ અંતરિયાળ ગામો સહિતના વિસ્તારોમાં પીવાનું શુદ્ધ-પૂરતું પાણી પહોંચાડી પોલીયોમુકત ગુજરાત જેમજ પાણીથી થતા પાણીજન્ય રોગમુકત, હેન્ડપંપમુકત ગુજરાતના નિર્માણની પ્રતિબદ્ધતા દર્શાવી છે. રાજ્ય સરકારે સૌને ક્ષારમુકત, ફલોરાઇડમુકત પાણી મળે તેવા સુદ્રઢ આયોજન સાથે પાણી પુરવઠા યોજનાઓ મારફતે ઘરે-ઘરે નળથી શુદ્ધ પાણી પહોચાડવાનું અભિયાન ઉપાડયું છે. એમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું.

રાજ્ય સરકારે 95 લાખ નળ કનેકશન આપવાનો પુરૂષાર્થ આદર્યો
પાણીની અછત કે પાણી માટે હવે લોકોને બેડાં લઇને દૂર સુધી જવું ન પડે, ડંકી-હેન્ડપંપ સિંચીને પાણી પીવું ન પડે તે માટે આ સરકારે સમયબદ્ધ આયોજન કરોડો રૂપિયાના ખર્ચે યોજનાઓ કરીને પાર પાડયું છે. તેમણે ઉમેર્યુ કે, દંગામુકત, ફાટકમુકત, શૌચાલયયુકત ગુજરાતની જેમ હવે પાણીજન્ય રોગથી મુકત ગુજરાત બનાવી ઘરે-ઘરે શુદ્ધ પાણી આપવું છે.‘નલ સે જલ’ અન્વયે હરેક ઘરને નળ દ્વારા પાણી મળે તે માટે ગુજરાતમાં પાણી પુરવઠા વિભાગે સઘન કામગીરી ઉપાડી છે. ગ્રામીણ વિસ્તારો સહિત 95 લાખ નળ કનેકશન આપવાનો પુરૂષાર્થ આદર્યો છે.

ગામડાઓના ઘરોમાં 100 ટકા નલ સે જલ યોજનાને સાકાર કરવી છે
તેમણે કહ્યું કે આપણે 2022 પહેલાં રાજ્યના બધા ગામોના ઘરોમાં 100 ટકા નલ સે જલ યોજનાને સાકાર કરવી છે તેની ભૂમિકા આપતાં ડાંગ જેવા ડુંગરાળ વિસ્તારમાં છૂટાછવાયા વસેલા ગામો-પરાંઓમાં પાણી પહોચાડવા રાજ્યના અન્ય વિસ્તારોની તૂલનાએ માથાદિઠ ખર્ચ વધારે આવતો હોવા છતાં રાજ્ય સરકારે ખાસ જોગવાઇ કરીને પણ વનબંધુ વિસ્તારમાં શુદ્ધ પાણી પહોચાડવાનું આયોજન કરેલું છે.

તાપી જિલ્લાના 21 તાલુકાઓના 590 ગામોમા સિંચાઇની સવલતો મળતી થશે
રાજ્યના 14 જિલ્લાના 54 તાલુકાના આદિજાતિ વિસ્તારોમા વસતા વનબંધુઓને સિંચાઇના પાણી તથા જળ સમૃદ્ધિ આપવાની નિર્ણાયકતા સાથે ચાર વર્ષમા નાની/મોટી સિંચાઇ યોજનાના વિવિધ 1641 કામો દ્વારા કુલ 4 લાખ 24 હજાર 507 એકર જમીનમા સિંચાઇની સવલતો પૂરી પડી છે. 2016 થી 2020 દરમિયાન આ વિસ્તારોમા નાની સિંચાઇ યોજનાઓ, હાઈ લેવલ કેનાલ, નાના/મોટા ચેકડેમો, લીફ્ટ ઈરીગેશન સ્કીમ, તથા ઉદ્વહન સિંચાઇ યોજનાઓના કામો મોટા પાયે હાથ ધરવા સંબંધિત વિભાગોને પ્રેરિત કાર્ય છે તેમ જણાવ્યુ હતુ. ડુંગરાળ અને દુર્ગમ તથા વિષમ સ્થિતિ વાળા વિસ્તારોમા સિંચાઇ સુવિધા માટે રૂ.3796 કરોડની વિવિધ 10 જેટલી સિંચાઇ યોજનાઓના કામોને પણ રાજ્ય સરકારે મંજુરી આપી દીધી છે.

ડાંગ બહુજન સમાજવાદી પાર્ટીના પ્રમુખ ડિટેન
ડાંગ જિલ્લામાં આજરોજ લશ્કરિયા ગામ ખાતે પાણી પુરવઠા અને જુદાં જુદાં વિકાસનાં કામોનું ખાતમુહૂર્ત માટે મુખ્યપ્રધાન પધાર્યા હતા. ત્યારે સવારના 8 ડાંગ પોલીસ દ્વારા ડાંગ જિલ્લાનાં બહુજન સમાજવાદી પાર્ટીનાં પ્રમુખ મહેશભાઈ આહિરેને નજરકેદ કર્યા હતા. બીએસપી પાર્ટી પ્રમુખને નજરકેદ કરતાં મહેશભાઈ આહિરે સુરત રેંજ આઈ જીને ન્યાની માંગણી કરતો પત્ર લખ્યો હતો. મહેશભાઈ આહિરે જણાવ્યું હતું કે, તેઓ દ્વારા કોઈ રેલી કે સરઘસ અથવા કોઈ વિરોધ કરેલ ન હતો તેમ છતાંય પોલીસ દ્વારા તેમને નજરકેદ કરવામાં આવ્યાં હતાં. જેનાંથી તેઓનાં માન સન્માનને ગંભીર ઠેસ પહોંચી હોય અને માનવ અધિકારનો ભંગ થયો હોવાનું જણાવી ન્યાયની માંગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો