તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ડાંગ જિલ્લો કોરોનામૂક્ત બનતા પ્રવાસીઓ ગિરિમથક સાપુતારામાં વીક એન્ડ માણવા ઉમટી રહ્યાં છે. કોરોના કાળમાં યાત્રિકોના અભાવે ઓક્સિજન પર મુકાઇ ગયેલા પ્રવાસન ઉદ્યોગમાં નવી આશાનો ઉજાશ ફેલાયો છે. હોટલ વ્યવસાય પાટે આવતા હોટલ સંચાલકો પણ સોશિયલ ડિસ્ટન્સ સાથે કોરોનાના નિયમોનું પાલન કરી પ્રવાસીઓને આવકારી રહ્યાં છે. શનિ-રવિ સાપુતારામાં 90 થી 95 ટકા હોટલો ફૂલ હતી. રવિવારે રાત્રે આહલાદક વાતાવરણ વચ્ચે ચોમેર અંધકારને ચીરી રોશનીનો ઝગમગાટ પથરાયો હતો.
સાપુતારામાં પ્રવાસન ઉદ્યોગ પર નભતા અનેક લોકો ફરી પોતાની મૂળ રોજગારી તરફ પાછા ફર્યા છે. સમગ્ર ગુજરાતમાં કોરોનાના પગપેસારાથી લઇ નિયંત્રણમાં આવવા સુધી ડાંગ જિલ્લો કોરોનાથી સૌથી વધુ સુરક્ષિત રહ્યો હોય માત્ર વીક એન્ડમાં જ નહીં પણ રજાના દિવસોમાં પણ દક્ષિણ ગુજરાતના પ્રવાસીઓ માટે સાપુતારા પરિવાર સાથે હરવા ફરવાનું પ્રથમ પસંદગીનું સ્થળ બન્યું છે. અહીં રોપવે, પેરાગ્લાઇડીંગ, હોર્સ રાઇડીંગ, બોટીંગ અને કુદરતી સૌંદર્યનો સમન્વય હોય બાળકો, યુવાનો અને વડીલો ત્રણેયને આકર્ષે છે. }તસવીર : સોમનાથ પવાર
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.