વરસાદી માહોલ:સાપુતારા પંથકમાં બપોર બાદ વીજ કડાકા સાથે ધોધમાર વરસાદ

આહવા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંબિકા અને ખાપરી નદીમાં જળસપાટી વધી

ડાંગ જિલ્લાનાં આહવા, વઘઇ અને સાપુતારા સહિત તળેટીય વિસ્તારનાં ગામડામાં બુધવારે બપોરબાદ વીજળીનાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડતા સર્વત્ર પાણી ફરી વળ્યા હતા. છેલ્લા બે દિવસથી સમયાંતરે પડી રહેલા વરસાદી માહોલનાં પગલે જિલ્લાની અંબિકા અને ખાપરી નદીમાં પાણીની આવક વધી છે. ડાંગ જિલ્લામાં ગતરોજ આહવા અને સાપુતારા પંથકમાં થોડાક સમય માટે વરસાદને પગલે અંબિકા અને ખાપરી નદીનાં વહેણ તેજ બન્યા હતા.

ડાંગમાં બુધવારે બપોર સુધી તડકો પડ્યો હતો અને ત્યારબાદ આહવા, બોરખલ, લિંગા, ગલકુંડ, નડગખાદી, શામગહાન, સાપુતારા, નડગચોંડ, સાકરપાતળ, વઘઇ, ઝાવડા સહિત સરહદીય પંથકોમાં વીજળીનાં કડાકા ભડાકા સાથે થોડાક સમય માટે ધોધમાર વરસાદ તૂટી પડતા સર્વત્ર પાણીની રેલમછેલ ફરી વળી હતી. ગિરિમથક સાપુતારામાં પણ મોડી સાંજે ધોધમાર વરસાદ તૂટી પડતા અહીનાં જોવાલાયક સ્થળોએ શીત લહેર વ્યાપી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...