પ્રકૃતિની સુંદરતા:ડાંગનો ગીરાધોધ સોળે કળાએ ખીલ્યો, 200 ફૂટ ઉપરથી પડે છે ધોધ

ડાંગએક વર્ષ પહેલા
ઊંચા પર્વતો પરથી ઊંડી ખીણમાં પડતા જળધોધથી ડાંગ જિલ્લાની સુંદરતા વધારી
  • ગીરાધોધની સુંદરતા કોરોનાના કારણે પર્યટકો વગર ઝાંખી પડી
  • કોરોના મહામારીને પગલે ગીરાધોધ પર્યટકો માટે બંધ રખાયો

ચોમાસાની મોસમને કારણે ડાંગનો ગીરાધોધ સોળે કલાએ ખીલી ઉઠ્યો છે. 200થી 250 ફૂટની ઉંચાઈએથી ધોધ પડી રહ્યો છે. વરસાદી મોસમને કારણે હાલમાં ગીરાધોધ તેની વહેવા મહત્તમ સપાટીએ પહોંચી ચૂક્યો છે. પરંતુ કોરોના મહામારી ને પગલે ગીરાધોધ પર્યટકો માટે બંધ રખાતા ત્યાં કોઈ ચકલું પણ ફરકતું નજરે પડતું નથી. ચોમાસાની આ મોસમમાં ગીરાધોધને જોવા હજારોની સંખ્યામાં પર્યટકો જતા હોય છે, જે હાલમાં બંધ હોવાને કારણે ગીરાધોધની સુંદરતા ઝાંખી પડી જવા પામી છે.

200થી 250 ફૂટની ઉંચાઈએથી ધોધ પડી રહ્યો છે
200થી 250 ફૂટની ઉંચાઈએથી ધોધ પડી રહ્યો છે

ગીરાધોધ પર્યટકો માટે બંધ રખાયો
મહામારીને કારણે ફરવાની બધા જ હિલ સ્ટેશન કે ફરવા લાયક સ્થળો પર્યટકો વગર સુના પડી ગયા છે. સુરતથી હિલ સ્ટેશન સાપુતારા નજીક હોવાને કારણે શહેરીજનો સામાન્ય દિવસોમાં વીક એન્ડમાં જોઈ મજા માણતા હોય છે. જેને કારણે સાપુતારામાં પર્યટકોની સંખ્યા ખૂબ વધારે જોવા મળે છે. સાપુતારા જતા વઘઈ નજીક આવતા ગીરાધોધની તો લોકો અચુક મજા લેતા જ હોય છે. જોકે, ગીરાધોધ પર્યટકો માટે બંધ રખાતા પર્યટકો વગર ગીરાધોધની સુંદરતા ઝાંખી પડી છે.

ગીરાધોધ તેની વહેવા મહત્તમ સપાટીએ પહોંચી ચૂક્યો છે
ગીરાધોધ તેની વહેવા મહત્તમ સપાટીએ પહોંચી ચૂક્યો છે

જળધોધ ડાંગ જિલ્લાના અગાધ સૌંદર્યને ચાર ચાંદ લગાવી દે છે
ઊંચા પર્વતો પરથી ઊંડી ખીણમાં પડતા નાના મોટા જળધોધ ડાંગ જિલ્લાના અગાધ સૌંદર્યને ચાર ચાંદ લગાવી દે છે, તો વઘઇ પાસે આવેલો વિખ્યાત ગીરાધોધ અને ડાંગના ગીચ જંગલો તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરનાર મહાલ નજીકનો ગીરમાળ ધોધ અચૂકપણે ફરવાલાયક સ્થળોની યાદીમાં સામેલ થાય છે. ચોમાસા દરમિયાન બમણી સંખ્યામાં પર્યટકો જોવા મળતા હોય છે. ગિરિમથક સાપુતારા તો એક સર્વાંગ સુંદર ગિરિનગર તરીકે ઉભરી રહ્યું જ છે, પરંતુ સમસ્ત ડાંગ જિલ્લો તેનાઅડાબીડ જંગલો આસમાનને આંબતા પર્વતો તેમજ ઊંડી ખીણોને કારણે એક ખૂબસૂરત પર્યટનધામની ગરજ સારે છે. જોકે, ફરવાલાયક સ્થળો કોરોનાને કારણે બંધ રખાયા છે.

બંધ હોવાને કારણે ગીરાધોધની સુંદરતા ઝાંખી પડી
બંધ હોવાને કારણે ગીરાધોધની સુંદરતા ઝાંખી પડી