તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:પત્ની રિસાઇને બહેનને ઘરે જતાં પતિનો સાળી પર હુમલો

આહવા20 દિવસ પહેલા
  • કૉપી લિંક

ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકામાં સમાવિષ્ટ કુશમાળ ગામે પતિ-પત્નીનાં ઝઘડામાં પત્ની રિસાઈને બહેનને ત્યાં જતી રહી હતી. પતિએ આવેશમાં આવી જઈ અંધારામાં કોઈક વસ્તુ વડે સાળીનાં ગળા તેમજ જડબાનાં ભાગે ઘા કરતા ઈજા પહોંચી હતી. જેને પગલે સાળીએ બનેવી વિરુદ્ધ વઘઇ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

વઘઇ તાલુકામાં સમાવિષ્ટ કુશમાળ ગામે રહેતા તુળસીરામભાઈ કાળુજયાભાઈ ઠાકરે તેમની પત્ની કમીબેન ઠાકરે પર અવારનવાર વહેમ રાખતા પત્ની રિસાઈને એકાદ મહિનાથી બહેનનાં ત્યાં રહેવા ગઈ હતી. બે દિવસ અગાઉ તુળસીરામભાઈ ઠાકરે પોતાની બાઈક લઈ રાત્રિનાં અગિયાર વાગ્યાનાં અરસામાં ટેકપાડા ગામે ગયો હતો. જ્યાં સાળીનાં ઘર નજીક જઈ જોરજોરથી બૂમો પાડી ઝઘડો કર્યો હતો. બૂમાબૂમનાં પગલે તુળસીરામભાઈ ઠાકરેની પત્ની અને સાળી જાગી જઈને ઘરનાં ઓટલા પર ઉભા હતા. તે દરમિયાન તુળસીરામ ઠાકરેએ આવેશમાં આવી જઈ અંધારામાં કોઈક વસ્તુ વડે પોતાની સાળીનાં ગળા અને જડબાનાં ભાગે ઘા કરતા સ્થળ પર સાળી કમુરાબેન ઈસુદાસ ચૌધરી (રહે. ટેકપાડા, તા.વઘઇ)ને ગંભીર ઈજા પહોંચી હતી.

આ બનાવની જાણ ઇજાગ્રસ્તનાં પતિને થતા તેણે કમુરાબેનને તાત્કાલિક સારવાર અર્થે કાલીબેલ પીએચસીમાં ખસેડી હતી. આ બનાવ અંગે ઇજાગ્રસ્ત કમુરાબેન ચૌધરીએ બનેવી તુળસીરામ વિરુદ્ધ વઘઇ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસની ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...