કામગીરીનું નિરીક્ષણ:ડાંગમાં કૂવાનાં કામમાં ભ્રષ્ટાચાર અંગે નિગમનાં ડિરેકટરની વિઝીટ

આહવા16 દિવસ પહેલા
  • કૉપી લિંક

ડાંગમાં કેન્દ્ર સરકારની કૃષિ સિંચાઈ યોજનામાં કૂવાનાં કામમાં ચાલતાં ભ્રષ્ટાચાર બાબતે મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને ફરિયાદ કરવાની તજવીજ શરૂ કરી છે. બાબુરાવભાઈએ અધિકારીને વારંવાર ફરિયાદ બાબતે રજૂઆત કરી છતાં ઊકાઈ સિંચાઈ વિભાગનાં ડાંગ જિલ્લામાં ચાલતા કૂવાના કામો પર તપાસ કરવાની તસ્દી પણ લીધી નથી. જેથી વડાપ્રધાન અને ગુજરાતનાં મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને ફરિયાદ કરવાની તજવીજ શરૂ કરતાં ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાકટરોમાં ફફડાટ ફેલાયો છે.

ગુજરાત આદિજાતિ નિગમનાં ડીરેકટર બાબુરાવભાઈ ચૌર્યાને ડાંગ જિલ્લાનાં જાગૃત ખેડૂતોએ કેન્દ્ર સરકારનાં કૃષિ વિભાગનાં સેન્ટર ગ્રાઊન્ડ વોટર બોર્ડ દ્વારા ડાંગ જિલ્લામાં કુલ 2100 કૂવા બનાવવાનું ઊકાઈ સિંચાઈ વિભાગ દ્રારા હાલ અંદાજીત 200 કામગીરીની શરૂઆત કરવામાં આવી છે. સરકારની નિતિ-નિયમ મુજબ સારી ગુણવત્તાવાળી સિમેન્ટ, રેતી, કપચી અને સ્ટીલ વાપરી સિમેન્ટ ક્રોકીટનાં માલ-સામાન વાપરવાનું હોય છે પરંતુ ઊકાઈ સિંચાઈ વિભાગનાં ઈનચાર્જ કાર્યપાલક ઈજનેર અને દિવ્યા એન્ટરપ્રાઈઝ એજન્સીએ સુરતનાં પેટા કોન્ટ્રાકટરોને ગેરકાયદે સોંપી દીધી છે.

આ પેટા કોન્ટ્રાકટરો ઊકાઈ સિંચાઈ વિભાગનાં ઈજનેરો સાથે સાંઠગાંઠ રાખી કૂવામાં સિમેન્ટ કે જેને તગારામાં પાણીમાં પલાળી સિમેન્ટ બોળી રાખી તેને માલ-સામાન વાપરવામાં આવે છે તથા નદીની સ્થાનિક માટીવાળુ રેતી (ભાઠું ) વાપરવામાં આવે છે. સ્ટીલનાં સળિયા પણ નિયત ધોરણ કરતાં નિમ્નકક્ષાનાં નામ માત્રનાં વાપરવામાં આવે છે.

કૂવાનાં બાંધકામ માટે જમીન પરની માટી આડેધડ જેસીબી દ્વારા ખોદકામ કરવામાં આવે છે. રહેણાંક વિસ્તારમાં લોકોનાં મકાન નજીકનાં ખેતરોમાં જમીનમાં કૂવાનાં ખોદકામ માટે આડેધડ ડીડોનેટરથી બ્લાસ્ટીંગ કરવામાં આવે છે, જેથી લોકોનાં ઘરોને નુકસાન થઈ રહ્યું હોવાની ફરિયાદ કરતાં મંગળવારે સવારેથી બાબુરાવભાઈ ચૌર્યા બોરખલ, ગાયખાસ વિસ્તારમાં બનેલા કૂવા પર જઈ કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...