તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વીડિયોથી હોબાળો:લૂંટનો વીડિયો સાપુતારા-ડાંગની ઘટનાનો નથી : જિલ્લા પોલીસ

આહવા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

પ્રવાસીઓ સાથે લૂંટનો અન્ય રાજ્યનો વીડિયો ગિરિમથક સાપુતારાનો હોવાનું જણાવી ઈન્ટરનેટનાં સોશિયલ મીડિયાનાં ગ્રુપોમાં ફરતો કરાતા ભારે હોબાળો મચી ગયો છે.

કોરોનાની બીજી લહેર શાંત થતા રાજ્યનું એકમાત્ર ગિરિમથક સાપુતારા ધીમે ધીમે પ્રવાસીઓનાં પગરવથી ધબકતું થયું છે. હાલમાં જૂન મહિનાનાં વરસાદી માહોલ અને પ્રકૃતિનો આસ્વાદ માણવા ગિરિમથક સાપુતારામાં રાજ્યભરમાંથી પ્રવાસીઓ ઉમટી રહ્યા છે તેવામાં રવિવારે ડાંગ સહિત ગુજરાત રાજ્યનાં અનેક સોશિયલ મીડિયા ગ્રુપોમાં સાપુતારામાં ફરવા આવતા પ્રવાસીઓ સાથે અમુક શખસો લૂંટ કરી રહ્યાનો વીડિયો વહેતો થયો હતો. આ વીડિયો ગિરિમથક સાપુતારાનો હોવાનું જણાવી પ્રવાસીઓને સાવચેત રહેવા જણાવાયું હતું. આ કારમાં સવાર પ્રવાસી કપલ સાથે થયેલ લૂંટનો વીડિયો ગુજરાત સહિત મહારાષ્ટ્ર રાજ્યનાં સોશિયલ મીડિયા ગ્રુપોમાં ફેલાઈ જતા ભારે હોબાળો મચ્યો છે. આ લૂંટનાં વીડિયો બાબતે પ્રતિનિધિ દ્વારા ડાંગ વહીવટી તંત્ર સહિત પોલીસ વિભાગનો સંપર્ક સાધતા આ લૂંટનો વીડિયો સાપુતારાનો ન હોવાનું જણાવ્યું હતું. આ વહેતો થયેલો વીડિયો ડાંગ સિવાય અન્ય વિસ્તારનો હોવાનું જાણવા મળ્યું છે.

અફવાઓ પર ધ્યાન આપવું નહીં
આ વીડિયો ગિરિમથક સાપુતારા કે ડાંગ જિલ્લાનો નથી. આ વહેતો વીડિયોમાં હરિયાળા ડુંગરો દેખાઈ રહ્યા છે, જે લોકેશન સાપુતારા કે ડાંગ વિસ્તારનું નથી. વધુમાં આ બાબતે સાપુતારા પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ પણ નોંધાઈ નથી. પ્રવાસન સ્થળ સાપુતારાનું નામ ખોટી રીતે બદનામ કરવામાં આવ્યુ છે. જેથી તેઓએ પ્રવાસીઓને અનુરોધ કરતા જણાવ્યું છે કે ઈન્ટરનેટનાં માધ્યમથી ફેક અથવા અન્ય જગ્યાનાં વહેતો વીડિયો તથા અફવાઓ ઉપર ધ્યાન આપવુ નહીં. > આઈ.બી. રબારી, ઈનચાર્જ પીઆઈ, સાપુતારા

અન્ય સમાચારો પણ છે...