માર્ગદર્શન:સ્થળાંતર અટકાવવા માટે સ્કિલ બેઇઝ તાલીમ ઉપર લક્ષ કેન્દ્રિત કરવા તાકીદ

આહવા21 દિવસ પહેલા
  • કૉપી લિંક

આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠો, તથા ગ્રાહક સુરક્ષાની બાબતોના મંત્રી-વ-ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલે ડાંગ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને નવા વર્ષની શુભકામના પાઠવી, આવનારા સંભવિત કાર્યક્રમોમા સૌના પરસ્પર સંકલન અને સહયોગ સાથે કયા કરવાની હિમાયત કરી હતી.

મંત્રીએ આગામી 18 થી 20 નવેમ્બર દરમિયાન આત્મનિર્ભર ગ્રામ યાત્રા” તથા 19મી નવેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજયપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમા યોજનારા આપણું ડાંગ, પ્રાકૃતિક ડાંગના કાર્યક્રમ બાબતે ઉપયોગી માર્ગદર્શન પૂરુ પાડયું હતું. સંબંધિત વિભાગોને તેમના હસ્તકની કામગીરી અંગેના સૂચરુ આયોજન વ્યવસ્થા અંગે ઉપયોગી માર્ગદર્શન આપતા પ્રભારી મંત્રીએ જિલ્લામા વારસાઈ ઝુંબેશ સાથે વિકાસલક્ષી યોજનાનો મહત્તમ લાભ સ્થાનિક ગ્રામજનોને મળે તે આવશ્યક છે તેમ જણાવી સ્થળાંતર અટકાવવા માટે સ્કિલ બેઇઝ તાલીમ ઉપર લક્ષ કેન્દ્રિત કરવાની સૂચના આપી હતી. મંત્રીએ નિરામય ગુજરાત કાર્યક્રમ સંદર્ભે પણ સંબંધિત અધિકારીઓ સાથે જરૂરી ચર્ચા કરી ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. દરમિયાન ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ મંગળભાઈ ગાવિત અને ધારાસભ્ય વિજયભાઈ પટેલ ઉપરાંત કલેક્ટર ભાવિન પંડયા, જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી ડી.એન.ચૌધરી સહિતના વરિષ્ઠ અધિકારીઓએ ચર્ચા વિચારણા હાથ ધરી હતી. બેઠકની કાર્યવાહી સાંભળતા નિવાસી અધિક કલેક્ટર પી.એ.ગામિત, નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર.બી.ચૌધરી, અને આત્મા પ્રોજેકટના નિયામક પ્રવીણ મંડાણીએ ભાવિ કાર્યક્રમોની રૂપરેખા આપી હતી.

અન્ય સમાચારો પણ છે...