તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માવઠું:ડાંગમાં 3 દિવસથી વાતાવરણમાં પલટા બાદ કમોસમી વરસાદ

આહવા12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સાપુતારા સહિતના વિસ્તારોમાં રવિવારે માવઠું

એક તરફ કોરોનાની વૈશ્વિક મહામારીની બીજી ઘાતક લહેરની અસર તો બીજી તરફ ઋતુચક્રનાં કમોસમી માવઠાનું તાંડવ ડાંગી જનજીવન માટે અસહ્ય બની જવા પામ્યું છે. રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં હવામાન વિભાગની આગાહીનાં પગલે છેલ્લા ત્રણેક દિવસથી ઋતુચક્રનાં મૌસમે મિજાજ બગાડતા અહીનાં ગામડાઓનું વાતાવરણ દ્વિભાસી બની જવા પામ્યુ છે.

ડાંગ જિલ્લામાં હાલનાં તબક્કે ઉનાળોની ઋતુ ચાલે છે કે પછી ચોમાસાની ઋતુની શરૂઆત થઈ છે. જે ડાંગી જનજીવન માટે કળવુ મુશ્કેલ બની ગયુ છે. ડાંગ જિલ્લામાં એકતરફ કોરોનાની વૈશ્વિક મહામારીની બીજી ઘાતક લહેર વિસ્ફોટક બનીને તૂટી પડી છે. તો બીજી તરફ ઋતુચક્રનું તાંડવ પણ વારેઘડીએ તૂટી પડતા ડાંગી જનજીવન માટે આ બન્ને ઘડીઓ અસહ્ય બની જવા પામી છે.

ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, શામગહાન,ચીખલી સહિત સરહદીય ગામડાઓમાં એક દિવસનાં વિરામ બાદ આજરોજ રવિવારે ફરી મળસ્કે વીજળીનાં કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ તૂટી પડતા અહીનાં સમગ્ર ગામડાઓમાં ઠંડકતાની શીત લહેર વ્યાપી જવા પામી હતી. ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં છેલ્લા ત્રણેક દિવસથી વાતાવરણનાં પલટા બાદ ક્યાંક ને ક્યાંક કમોસમી વરસાદ વરસી જતા ડાંગી ખેડૂતોનાં કઠોળ, શાકભાજી અને ફળફળાદી પાકોને જંગી નુકસાન થયાની ભીતિ સર્જાઈ છે. ડાંગ જિલ્લામાં હાલનાં તબક્કે કોરોનાની મહામારીનાં પગલે લોકડાઉન જેવી સ્થિતિ સર્જાતા ધંધા અને રોજગાર પડી ભાંગ્યા છે.જેના પગલે લોકોની આર્થિક સ્થિતિ નબળી પડી છે.

બીજી તરફ સતત કુદરતી ઋતુ ચક્રનો પ્રક્રોપ પણ યથાવત રહેતા ડાંગી જનજીવન નુકસાનીની સાથે લાચાર બન્યો છે. ડાંગ જિલ્લાનાં એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે વાતાવરણનાં પલટા બાદ અહીના સમગ્ર સ્થળોનું વાતાવરણ આહલાદક બની જવા પામ્યુ હતું. જોકે સાપુતારામાં પ્રવાસીઓની ગેરહાજરી હોય તેઓ આ લાભથી વંચિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો