ડાંગ જિલ્લાનાં મૂળ રહેવાસી આસામમાં બી.એસ.એફમાં ફરજ બજાવી વય મર્યાદાને કારણે નિવૃત થયેલા બે ફોજી જવાનોનું વતનમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બંને જવાનોએ લોકોના માનને વધાવી લીધુ હતું.
રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લાનાં મૂળ રહેવાસી જેઓ આસામમાં બી.એસ.એફમાં ફરજ બજાવી વય મર્યાદાને કારણે નિવૃત થયેલા બે ફૌજી જવાનોનું વતનમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. મૂળ ડાંગ જિલ્લાનાં વતની એવા ગોવિંદભાઈ દેશમુખ અને મોહનભાઈ ભોયે બી.એસ.એફમાં ફરજ બજાવતા હતા.
અહીં નોકરી સમય દરમિયાન સરહદ પર દેશ માટે અનેક પરિસ્થિતિનો સામનો કરી પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી હતી. તેઓ નિવૃત થયા બાદ વતનમાં પરત ફરતા ગતરોજ મોડી સાંજે સાપુતારામાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. દેશનાં આ બન્ને ફોજી જવાનોનાં સ્વાગતમાં સ્થાનિક આગેવાનો સહિત પ્રવાસીઓ પણ જોડાયા હતા. નિવૃત્તિ પામેલા બંને ફાૈજી જવાનોએ પણ લોકોએ આપેલા માન સન્માનને વધાવી લઇ સહજ સ્વીકાર કર્યો હતો અને તમામનો આભાર વ્યકત કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.