વિવાદ:ડાંગના ખાંભલામાં બે જૂથ બાખડી પડ્યાં

આહવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ડાંગમાં કેટલાક ગામડામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદારોએ કતારમાં બેસી મત અધિકારનો ઉપયોગ કર્યો હતો. - Divya Bhaskar
ડાંગમાં કેટલાક ગામડામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદારોએ કતારમાં બેસી મત અધિકારનો ઉપયોગ કર્યો હતો.

ડાંગ જિલ્લામા યોજાઇ રહેલા 36 સરપંચ તથા 326 સભ્યપદના રવિવારે મતદાન વેળા સાંજે 5 વાગ્યા સુધીમા અંદાજિત 77.51 ટકા મતદાન નોંધાયું છે. ડાંગ જિલ્લાના આહવા તાલુકામા 13 પંચાયતમા નોંધાયેલા 18,894 પુરુષ અને 18,897 સ્ત્રી મળી કુલ 37,791 મતદારો પૈકી સાંજે 5 વાગ્યા સુધીમાં 13,620 પુરુષ અને 14,420 સ્ત્રી મળી કુલ 27,860 મતદારોએ મતદાન કરતા અહીં 73.72 ટકા મતદાન નોંધાયુ છે.

વઘઇ તાલુકામા 14 પંચાયતમા નોંધાયેલા 16,591 પુરુષ અને 16,623 સ્ત્રી મળી કુલ 33,214 મતદારો પૈકી 13,310 પુરુષ અને 13,701 સ્ત્રી મળી કુલ 27,011એ મતદાન કરતા 81.83 ટકા અને સુબીર તાલુકામા 12 પંચાયતમાં નોંધાયેલા 12,509 પુરુષ અને 12,120 સ્ત્રી મળી કુલ 24,629 પૈકી 9,568 પુરુષ અને 9,397 સ્ત્રી મળી કુલ 18,965એ મતદાન કરતા અહીં 77 ટકા મતદાન નોંધાયુ હતું.

આમ, જિલ્લામાં સાંજે 5 વાગ્યા સુધીમાં સરેરાશ 77.51 ટકા મતદાન નોંધાયું હતું. ડાંગમાં આહવા તથા વઘઇમાં 1-1 મળી બે પંચાયત આ અગાઉ જ બિનહરીફ જાહેર થઈ હતી. આ સાથે અન્ય 3 સરપંચ પણ બિનહરીફ થતા, અહીં 5 સરપંચ અને 44 સભ્યો બિનહરીફ જાહેર થઈ ચૂક્યા છે. આહવા તાલુકામાં સમાવિષ્ટ ચૌકયા ગ્રા.પં.ના જવતાળા ગામે તથા સુબીરના ખાંબલા ગામે પણ બે જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા મામલો બીચકયો હતો પરંતુ ડાંગ પોલીસની ટીમો ઘટનાસ્થળે દોડી જતા મામલો થાળે પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...