પરેશાની:ડાંગમાં સતત બે દિવસ રાષ્ટ્રીયકૃત બેંકોની હડતાળથીલોકોને પરેશાની

આહવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંતરિયાળ ગામડાઓનાં ગ્રાહકોને સતત બે દિવસ ધરમધક્કા ખાયા

ડાંગ જિલ્લામાં સતત બે દિવસ સુધી રાષ્ટ્રીયકૃત બેંકોનાં હડતાળનાં પગલે આમજનતાને ભારે તકલીફ ઊભી થઈ હતી. ડાંગ જિલ્લાનાં અંતરિયાળ ગામડાનાં ગ્રાહકોને સતત બે દિવસનાં ધરમધક્કા ખાવા પડી રહ્યાં છે.રાષ્ટ્રીયકૃત બેંકોનાં 9 સંગઠનનાં બનેલા સંગઠન યુનાઈટેડ ફેડરેશન ઓફ યુનિયન દ્વારા 16 અને 17મી ડિસેમ્બરે બેંક કર્મીની હડતાળની જાહેરાત કરવામાં આવી હતી. જેના પગલે રાષ્ટ્રીયકૃત બેંકોનાં મેનેજરોથી લઈને કારકુન સુધીનાં કર્મચારીઓએ જડબેસલાક બંધ પાળતા ડાંગ જિલ્લામાં પ્રથમ અને બીજા દિવસે બેન્કિંગ કામકાજ ઠપ થઈ ગયું હતું.

ડાંગ જિલ્લામાં સતત બે દિવસ સુધી રાષ્ટ્રીયકૃત બેંકો બંધ રહેતા આદિવાસી બેંક ગ્રાહકો પર માઠી અસર પડી હતી. ડાંગ જિલ્લામાં રાષ્ટ્રીયકૃત બેંકોનાં હડતાળનાં પગલે લેવડદેવડ, ક્લિયરન્સ સહિત એટીએમ મશીનો પણ ખોરંભે ચડતા ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવાની નોબત ઉઠી હતી. ડાંગ જિલ્લાનાં અંતરીયાળ ગામડાઓનાં ગ્રાહકોને બેંકોની હડતાળની ખબર નહીં હોય જેથી બેંકો પર આવી જોતા તાળા લાગેલા હોય જેથી તેઓનો સમય, નાણાંનો દુર્વ્યય થવાની સાથે ધરમનાં ધક્કા ખાવા પડ્યા હતા.

ડાંગના રાષ્ટ્રીયકૃત બેંકોનાં હડતાળ પર ઉતરેલા કર્મચારીઓએ જણાવ્યું હતું કે છેલ્લા બે દિવસથી અમો હડતાળ પર બેઠા છીએ, જે અમારા માટે નથી પરંતુ દેશનાં જનતાની હિત માટે બેઠા છીએ. આજે સરકાર બેંકોને બંધ કરીને ખાનગીકરણ કરવા જઈ રહી છે. જેમાં જો સરકાર બેંકોને ખાનગીકરણમાં આપશે તો લોકોનાં મહેનત મજૂરીનાં પૈસા કંપનીઓનાં હાથમાં જતા રહેશે અને આ ખાનગી કંપનીઓ ક્યારેક પણ ડૂબી જશે. જેથી બેંકોનાં ખાનગીકરણનો અમો વિરોધ નોંધાવીએ છીએ. ડાંગ જિલ્લાનાં વહીવટી મથક આહવામાં આવેલી બેંક ઓફ બરોડાનાં કર્મીઓએ બે દિવસનું હડતાળનું બેનર લગાવી સરકારનાં ખાનગીકરણનો વિરોધ નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...