તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:વઘઇ-સાપુતારા ઘાટમાં બે અકસ્માત, ચાલકનો બચાવ

આહવાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • એક ટ્રક ભેખડમાં ઘૂસી તો બીજી પલટી મારી

શુક્રવારે વઘઈ સાપુતારા વચ્ચેના ઘાટમાં સ્ટેટ હાઈવે પર માલસામાનનો જથ્થો ભરી સુરત તરફ જઈ રહેલી ટ્રક (નં. ટીએન-54-એલ-6313)ને સાપુતારા ઘાટમાં ગણેશ મંદિર નજીકનાં વળાંકમાં ટ્રક ચાલકે સ્ટિયરીંગ પરથી કાબૂ ગુમાવી દેતા ટ્રક માર્ગની સાઈડમાં ભેખડ સાથે અથડાઈ જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. સદનસીબે અકસ્માતમાં ચાલકનો ચમત્કારી બચાવ થયો હતો. જ્યારે બીજા બનાવમાં મહારાષ્ટ્રથી ડુંગળી ભરી સુરત તરફ જઈ રહેલી ટ્રક (નં. જીજે-12-વાય-5110)ને બારીપાડા ગામ નજીકનાં વળાંકમાં બ્રેક ફેઈલ થઈ જતા ટ્રક માર્ગની સાઈડમાં પલટી મારી ગઈ હતી. અકસ્માતમાં ટ્રકને નુકસાન થયું હતું. જ્યારે ટ્રક ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...