તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:વઘઇ RTO ચેકપોસ્ટ પાસે ટ્રક એન્ટ્રી ગેટ સાથે ભટકાઇ, ટ્રક પલટી, સીસીટીવીને થયેલું નુકસાન

આહવા21 દિવસ પહેલા
  • કૉપી લિંક

ડાંગ જિલ્લાનાં પ્રવેશદ્વાર વઘઇનાં આરટીઓ ચેકપોસ્ટ નજીક શેરડીનો જથ્થો ભરેલી ટ્રક માર્ગમાં લગાવેલ સીસીટીવી એન્ટ્રી ગેટને ભટકાઈને પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં સરકારનાં સીસીટીવી ગેટ સહિત કેમેરાને નુકસાન થતા વઘઇ પોલીસની ટીમે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

નાસિક તરફથી શેરડીનો જથ્થો ભરી સુરત જઈ રહેલી ટ્રક (નં. એમએચ-16-એઈ-2727) બુધવારે પ્રવેશદ્વાર વઘઇનાં જુના આરટીઓ ચેક પોસ્ટ પાસે બેકાબુ બની માર્ગમાં સીસીટીવી કેમેરાનાં એન્ટ્રી ગેટ સાથે ભટકાઈને પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં સીસીટીવી એન્ટ્રી ગેટ સહિત કેમેરાને નુકસાન થયું હતું. અહીં ટ્રકચાલકે ગફલતભરી રીતે હંકારી સરકારનાં માલ સામાનને નુકસાન પહોંચાડતા વઘઇ પોલીસની ટીમે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...