તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:સાપુતારા ઘાટમાં ટ્રક પલટી, ચાલક-ક્લીનરનો બચાવ

આહવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટ્રક સહિત ટામેટાના જથ્થાને જંગી નુકસાન

ડાંગ જિલ્લાનાં સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં માલેગામ ઘાટમાર્ગમાં ટામેટાનો જથ્થો ભરેલી ટ્રક પલટી મારી જતા ઘટનાસ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો.

મહારાષ્ટ્રનાં નાસિક તરફથી ટામેટાનો જથ્થો ભરી રાજસ્થાન તરફ મંગળવારે જઈ રહેલી ટ્રક (નં. આરજે-19-જીએ-5060) જે સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં માલેગામ ઘાટમાર્ગનાં યુટર્ન વળાંકમાં ચાલક દ્વારા અચાનક સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. જેને પગલે બેકાબૂ બનેલી ટ્રક માર્ગની સાઈડમાં પલટી મારી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટ્રક સહિત ટામેટાના જથ્થાને જંગી નુકસાન થયું હતું. જ્યારે ચાલક અને ક્લીનરને શરીરે નજીવી ઈજા પહોંચતા તેઓનો ચમત્કારિક બચાવ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...