અકસ્માત:સાપુતારા ઘાટમાં ટામેટાનો જથ્થો ભરેલી ટ્રક પલ્ટી ગઇ, ચાલક અને ક્લીનરનો ચમત્કારિક બચાવ

આહવાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડાંગ જિલ્લાનાં સાપુતારા ઘાટમાં ટામેટાનો જથ્થો ભરેલી ટ્રક પલ્ટી મારી જતા ઘટના ગંભીર અકસ્માત સર્જાયો હતો. મહારાષ્ટ્રથી ટામેટાનો જથ્થો ભરી રાજસ્થાન તરફ જઈ રહેલી ટ્રક.ન.આર.જે.19.જી.ઈ.4562 આજ રોજ સાપુતારાથી વઘઇ રોડ પર સાપુતારા ઘાટમાં માલેગામ ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસેનાં યુટર્ન વળાંકમાં ચાલકે સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા ટ્રક માર્ગની સાઈડમાં આવેલ તોતિંગ વૃક્ષ સાથે અથડાઈને પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનાં બનાવમાં ટ્રકને મોટુ નુકસાનની થઈ હતી. તેમજ ટામેટાનો જથ્થો વેરવિખેર થઈ જતા માલીકને નુકસાનની થઈ હતી. ટ્રક ચાલક અને ક્લીનરને શરીરનાં ભાગે નાની મોટી ઇજા થતા તેમનો ચમત્કારિ બચાવ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...