પેટાચૂંટણી:સુબીરની મહાલ-12 બેઠક પર પેટા ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ

આહવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાજપ, કોંગ્રેસ અને આપનાં ઉમેદવારોએ ફોર્મ ભર્યા

ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકામાં મહાલ-12 બેઠક પર પેટા ચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ અને આપ પાર્ટીનાં ઉમેદવારોએ ફોર્મ ભરતા ત્રીપાંખીયો જંગ ખેલાશે. થોડા મહિનાઓ અગાઉ યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની જંગી બહુમતી સાથે જીત થઈ હતી. ડાંગ જિલ્લા પંચાયતમાં કુલ 18 બેઠકમાંથી 17 બેઠક ભાજપાનાં ફાળે જ્યારે એક બેઠક કોંગ્રેસનાં ફાળે તેમજ ત્રણેય તાલુકા પંચાયતમાં કુલ 48 બેઠકમાંથી 41 બેઠક ભાજપનાં ફાળે તથા 7 બેઠક કોંગ્રેસનાં ફાળે આવતા કોંગ્રેસનાં સુપડા સાફ થઈ ગયા હતા.

અગાઉ સુબીર તાલુકા પંચાયતનાં મહાલ-12 બેઠક પર ભાજપનાં મેન્ડેટ પરથી ચૂંટાઈ આવેલ રાજુભાઈ કાશીરામ પવારનું થોડા સમય પૂર્વે મૃત્યુ થતા આ બેઠક ખાલી પડતા અહીં 3જી ઓકટોબરે પેટાચૂંટણી યોજાનાર છે. આ બેઠક ઉપર શનિવારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ હતી. ડાંગના સુબીર તાલુકા પંચાયતની કુલ 16 બેઠકમાંથી 14 ભાજપ પક્ષની જ્યારે કોંગ્રેસને 2 બેઠક મળી હતી. સુબીર તાલુકાની મહાલ-12 બેઠક પર ભાજપમાંથી છગનભાઈ ઝીણાભાઈ કનસ્યા, કોંગ્રેસમાંથી ઈશ્વરભાઈ શંકરભાઈ સાલકર અને આમ આદમી પાર્ટીએ છોટુભાઈ કાગડેને ઉમેદવારીપત્ર ભરાવ્યું હતું. છોટુભાઈ કાગડે અગાઉ ભાજપનો છેડો ફાડીને કોંગ્રેસમાં અને હાલમાં આપનું ઝાડુ પકડી લેતા માહોલ ગરમાયો છે.

અન્ય સમાચારો પણ છે...