આપઘાત:આહવા સિવિલમાં યુવાને ફાંસો ખાઇ જીવન ટૂંકાવી દીધું

આહવા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મૃતક હોસ્પિટલમાં એક્સ-રે િવભાગમાં કામ કરતો હતો

આહવાની જનરલ સિવિલ હોસ્પિટલમાં ગતરાત્રે આહવા બંધારપાડાના યુવાને ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા તબીબી આલમમાં ચકચાર મચી ગઇ છે. આ ઘટના અંગે પોલીસે નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે.

ડાંગ જિલ્લાની આહવા જનરલ સિવિલ હોસ્પિટલના એકસરે વિભાગમાં કામ કરતો આહવા-બંધારપાડાનો યુવાન યોગેશ રામદાસભાઈ પવાર (ઉ.વ. 25) ગત રાત્રે 11 વાગ્યાના અરસામાં કોઈક અગમ્ય કારણોસર જીવનથી કંટાળી જઈ સિવિલ હોસ્પિટલના એકસ-રે રૂમમાં નાયલોનની દોરી વડે ફાંસો ખાઈ જીવન ટુકાવી લીધું હતું. બનાવની જાણ સિવિલ હોસ્પિટલના સ્ટાફને થતા તેમણે આહવા પોલીસને જાણ કરતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી જઈ લાશનો કબજો લીધો હતો.

આ બનાવની જાણ યોગેશના પરિવારજનોને થતા તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આશાસ્પદ યુવાનના મોતથી આહવા પંથકમાં મોતની કાલીમા છવાઈ ગઈ હતી. યુવાનના પિતા રામદાસભાઈ પવારે આહવા પોલીસને જાણ કરતા આગળની તપાસ પોલીસે હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસે યુવાનના મૃતદેહનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અચાનક બનેલી ઘટનાએ આહવા સિવિલમાં ભારે ચકચાર જગાવી છે.

અન્ય સમાચારો પણ છે...