તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુસાફરો ત્રાહિમામ:સાપુતારા એસટી ડેપોમાં રસ્તા પર ખાડાથી મુસાફરો ત્રાહિમામ, ચૂંટણીમાં જીત પછી પ્રાણ પ્રશ્નો વિસરાયા

આહવા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
સાપુતારા એસટી ડેપોમાં રસ્તા પર ઘુટણ્યા ખાડાથી મુસાફરો ત્રસ્ત. - Divya Bhaskar
સાપુતારા એસટી ડેપોમાં રસ્તા પર ઘુટણ્યા ખાડાથી મુસાફરો ત્રસ્ત.
 • ચોમાસામાં પડેલા મહાકાય ખાડા હજુ પુરાયા નથી

પ્રવાસન સ્થળ સાપુતારાના એસટી ડેપો માં ચોમાસા દરમિયાન ખાડા પડી જતા વાહન ચાલકો તેમજ પ્રવાસીઓ ત્રાસી ગયા છે રસ્તા પર સળિયા નીકળી આવતા અકસ્માતની ભીતિ રહેલી છે. ચૂંટણીમાં ભાજપને જંગી બહુમતિથી જીત મળ્યા પછી પ્રાણ પ્રશ્નો વિસરી જવાયા હોય તેવી સ્થિતિ નિર્માણ પામી છે. રાજ્યના પ્રવાસન સ્થળ સાપુતારામાં આવેલા એસ.ટી.ડેપોમાં ચોમાસા દરમિયાન પડેલા ઘૂંટણિયા ખાડા ચોમાસા બાદ પણ તેનું પુરાણ નહીં થતા બસ ચાલકો તેમજ મુસાફર આ ઘૂંટણીયા ખાડાથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે.

આ રસ્તા પર દોઢથી બે ફૂટ જેટલા મોટા ખાડા પડી જતા રસ્તા પર પાથરેલા સળિયા બહાર નીકળી આવ્યા છે જેના કારણે ગંભીર અકસ્માત થવાની સંભાવના વર્તાઈ રહી છે આ એસટી ડેપો પર રોજે રોજ સેંકડો એસટી બસ સ્ટોપેજ લે છે અને હજારો મુસાફરો મુસાફરી કરતા હોય જેને ધ્યાને રાખી વિભાગીય તંત્ર સત્વરે રસ્તાનુ સમારકામ કરાવે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો