તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા:સાપુતારા સહિત વઘઇ બોટનિકલ ગાર્ડનમાં પ્રવાસીઓની ભીડ જામી

આહવા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નૌકાવિહાર માટે ટોળાંથી સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા

ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં છેલ્લા 26 દિવસથી ક્યાંક ઝરમરીયો તો ક્યાંક ધીમીધારનો વરસાદ યથાવત રહેતા તૃપ્ત ધરા સહિત સુકાયેલ જંગલ વિસ્તાર હરિયાળી સાથે પલ્લવિત બની ગયા છે. ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામતા પ્રકૃતિ નિખરી ઉઠી છે અને આ પ્રકૃતિનો આસ્વાદ માણવા હાલમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યાં છે. શનિવારે વીકેન્ડની રજાઓને માણવા ગિરિમથક સાપુતારામાં પ્રવાસીઓનાં ધાડેધાડા ઉમટી પડ્યાં હતા. ગિરિમથક સાપુતારામાં શનિવારે એડવાન્સ બુકિંગનાં કારણે હોટલોમાં હાઉસફુલનાં પાટીયા ઝૂલી ઉઠ્યા હતા.

જૂન મહિનામાં સાપુતારામાં પ્રવાસીઓનો ધસારો વધતા નાના-મોટા ધંધાર્થીઓનાં બખ્ખાં થઈ ગયા હતા. શનિવારે સાપુતારાનાં સર્પગંગા તળાવના બોટહાઉસનાં ટિકીટબારી પાસે ટિકીટ લેવા માટે પ્રવાસીઓની ભીડ જામતા સોશિયલ ડિસ્ટનસિંગનાં ધજાગરા જોવા મળ્યાં હતા. કોરોનાની બીજી ઘાતક લહેર શાંત થતા સાપુતારામાં વહીવટી તંત્ર દ્વારા તમામ એડવેન્ચર એક્ટિવિટી સહિત બોટિંગ માટે છૂટછાટો આપી છે પરંતુ સાપુતારાનાં સર્પગંગા તળાવનાં બોટહાઉસનાં સંચાલકો કમાણીની લ્હાયમાં કોરોનાની ગાઈડલાઈનને ભૂલી ગયા હતા.

શનિવારે બોટહાઉસનાં ટિકીટબારી પાસે નૌકા વિહાર કરવા માટે પ્રવાસીઓની ભીડ જામી હતી. અહી બોટિંગ સંચાલકોની લાપરવાહીનાં કારણે પ્રવાસીઓની ભીડ જામતા સોશિયલ ડિસ્ટન્સિંગનાં લીરેલીરા ઉડ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...