તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મિનિ વેકેશન:સાપુતારામાં ક્રિસમસ-વિકેન્ડમાં પ્રવાસીઓ ઉભરાતા હોટલો ફૂલ

આહવા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

રાજ્યના પ્રવાસન સ્થળ સાપુતારામાં ક્રિસમસ અને શનિ-રવિ ની રજામાં પ્રવાસીઓ સાપુતારા અને ડાંગની સહેલગાહે નીકળી પડતાં સાપુતારાની હોટલો બે દિવસ માટે ફુલ થઈ જતા હોટલોમાં હાઉસ ફૂલના બોર્ડ લાગી ગયા હતા.

રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારા અને ડાંગ જિલ્લો પ્રવાસીઓમાં હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. સુરત, નવસારી, વલસાડ તેમજ મહારાષ્ટ્રમાંથી પણ પ્રવાસીઓ ડાંગ જિલ્લાની સુંદરતાને માણવા શનિવાર અને રવિવાર એમ બે દિવસની રજામાં આવી ચડે છે. ડાંગ જિલ્લાના પ્રવાસન સ્થળો ગિરિમથક સાપુતારા, ડોન ડુંગર, બોટાનિકલ ગાર્ડન, મહાલ કેમ્પ સાઇટ, નેશનલ પાર્ક, ગીરાધોધ સહિતના પ્રવાસન સ્થળો પર ફરી ડાંગનું કુદરતી સૌંદર્યને માણે છે તેમજ સાપુતારામાં પેરાગ્લાઈડિંગ, એડવેન્ચર, રોપ વે, બોટીંગની મઝા પણ માણે છે.

કોરોનામાં પણ પ્રવાસીઓ ઉમટ્યાં
સાપુતારામાં ક્રિસમસ અને શનિ-રવિવારની રજામાં પ્રવાસીઓ આવી રહ્યા છે. જેના લીધે બે દિવસ હોટલો ફુલ થઈ ગઈ છે. બે દિવસ પછી બુકિંગ ઓછુ થઈ જશે. કોરોના મહામારીમાં પણ પ્રવાસીઓ પ્રવાસમાં આવી રહ્યા છે. કોરોનાના નિયમોનુ પાલન કરી પ્રવાસીઓને સુવિધા પૂરી પાડી રહ્યા છે. > ઉપેન્દ્ર પટેલ, પ્રમુખ, સાપુતારા હોટલ એસોસિએશન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો