રજાની મજા:ગિરીમથક સાપુતારામાં વીકએન્ડમાં પ્રવાસીઓનો ધસારો

આહવા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રવિવારે રજાના દિવસે 15000થી વધુ સહેલાણીઓ ગિરિમથકે ઉમટી પડ્યા
  • દિવાળી વેકેશનનો છેલ્લો દિવસ

રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં વીકએન્ડમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચ્યા હતા. ખાસ કરીને દિવાળી વેકેશન પૂર્ણ થયુ છે ત્યારે મહત્ત્મ લોકો છેલ્લા દિવસને યાદગાર બનાવવા સાપુતારા પહોંચ્યા હતા. જેને લઇને ગિરીમથક પર પ્રવાસીઓની ભીડ જોવા મળી હતી. જોકે, સોમવારથી રાબેતા મુજબ થવાનું હોય સાંજ સુધીમાં ઘરે પહોંચવા માટે પણ લોકોએ દોટ મૂકી હતી.

મોડી રાત સુધીમાં સાપુતારામાં ગણ્યા ગાંઠિયા પ્રવાસીઓ જ રહી ગયા હતા. હાલ ઠંડીની સીઝન પણ શરૂ થઇ છે અને શિક્ષણ કાર્ય પણ શરૂ થઇ રહ્યું છે ત્યારે સાપુતારા વિસ્તારમાં વીકએન્ડમાં જ પ્રવાસીઓ હવે આવે તેવી સંભાવનાઓ જણાઇ રહી છે. આજે રવિવારે લગભગ 15000થી વધુ પ્રવાસીઓએ સાપુતારાની મુલાકાત લીધી હતી અને ગિરીમથક પર વીકએન્ડની મજા માણી હતી.

અન્ય સમાચારો પણ છે...