ગામની વાતો:ડાંગમાં પાંડવો અજ્ઞાતવાસમાં રહ્યા તે પાંડવગુફાના નામે ગામનું નામ ‘પાંડવા’ પડ્યું

આહવા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પાંડવ ગુફા અને ભીંતબારી જોવા પ્રવાસી આવે છે - Divya Bhaskar
પાંડવ ગુફા અને ભીંતબારી જોવા પ્રવાસી આવે છે
  • ડાંગ જિલ્લાનાં આહવાથી પાંડવા ગામ 21 કિલોમીટરના અંતરે આહવાથી ચીચલી જતા રોડ પર પૂર્વ પટ્ટીના ડુંગરોની તળેટીમાં વસેલું છે
  • ભીમે બે પર્વતોને જોડતી પથ્થરની શિલાઓની દીવાલ બનાવેલી છે જે લગભગ 300 ફૂચ ઊંચી છે

ડાંગ જિલ્લાનાં આહવાથી પાંડવા ગામ 21 કિલોમીટરના અંતરે આહવાથી ચીચલી રોડ પર પૂર્વ પટ્ટીના ડુંગરોની તળેટીમાં ગામ વસેલું છે. પ્રખ્યાત ડોન ડુંગર હીલ્સ સ્ટેશન અહિંથી 10 કિલોમીટરના અંતરે આવેલું છે. તેમજ રામાયણ કાળનું અંજનીકુડ તેમજ અટાળાધામ પણ આજુબાજુમાં જ આવ્યાં છે. ગામ ઉપર બાહુબલી ભીમે બનાવેલી બે પર્વતોને જોડતી ભીતબારી(દીવાલ) આવેલી છે. જે પથ્થરની શિલાઓથી બનાવાઈ છે. જેની ઊંંચાઈ આંશરે 300 ફુટ જેટલી છે.

લોકોના જણાવ્યાં પ્રમાણે મહાભારતકાળમાં પાંડવોએ અજ્ઞાતવાસ દરમિયાન અહીં વાસ કર્યો હતો અને કોઈક કારણોસર ભીમે એક જ રાતમાં આ ભીતબારી બનાવી હોવાની લોક વાયકા છે. પાંડવા ગામનું નામ પાંડવ ગુફા પરથી પડ્યું હોવાની લોકવાયકા મુજબ છે. ગામનાં ઉપરનાં ભાગે ડુંગર પર જંગલના ઝરણામાં પાંડવોની ગુફા આવેલી છે. જેમાં અગ્યાતવાસ દરમ્યાન પાંડવો રહેતાં હતાં. ગુફામાં હજુ પણ પાંડવોએ બનાવેલાં માટી પથ્થર માથી બનનાવેલી કોઠીઓ છે. ગુફામાં હાથની કોણી પર ચાલીને અંદર જવાય છે. સ્થાનીકોનાં જણાવ્યાં પ્રમાણે ગુફાની અંદર પાંડવોના રૂમ છે. તેમજ પાંડવ તળાવ આવેલો છે.

પાંડુરોગના નિદાન માટે સ્થાનિકો આ પાંડવ તળાવનું પાણી ઊપયોગમાં લે છે. ડુંગરદેવની પુજા-વિધિ માટે ગ્રામજનો આ પાંડવ ગુફાની પુજા-અર્ચનાં કરે છે. એક સમયે આ ગુફામાં સફેદ વાઘનો વાસો હતો. જે ત્યાં જતાં લોકોને નુકશાન પહોચાડતો ન હતો. મહાભારતકાળનાં પાંડવોની પાંડવ ગુફાને નિહાળવાં માટે રોજ હજ્જારો પ્રવાસીઓ તેની મુલાકાત કરે છે. પાંડવા ગામમાં 60 જેટલાં ઘરો છે, જેની વસ્તી 500થી વધુ છે.

મહાભારતકાળની પાંડવોની ગુફા અને ભીમે બનાવેલી દીવાલને નિહાળવા માટે હજારો પ્રવાસીઓ અહીં આવે છે.
મહાભારતકાળની પાંડવોની ગુફા અને ભીમે બનાવેલી દીવાલને નિહાળવા માટે હજારો પ્રવાસીઓ અહીં આવે છે.

ગુફાની અંદર માણસ હરીફરી શકે એટલી જગ્યા છે
પૂર્વજોનાં જણાવ્યાં પ્રમાણે પાંડવ ગુફાનાં નામ પરથી ગામનું નામ પાંડવા પડ્યું છે. વર્ષો પહેલાં ગુફાની અંદર આવેલાં પાંડવોનાં રૂમ સહીસલામત હતાં જે હવે તૂટી ગયાં છે. જેની અંદર ગયાં બાદ માણસ ઊભો રહીને આરામથી હરીફરી શકે એટલી જગ્યા છે. ડુંગર દેવની પુજા વખતે દેવ અંદર પ્રવેશી બીજા દરવાજામાંથી બહાર આવે છે.> દેવાજભાઈ લહાનું ગાગોડા, ખેડુત

ગુફા સુધી જવા માટે કોઈ રસ્તો નથી
પાંડવ ગુફામાં જવા માટે પાંડવા તેમજ જવતાળાથી પણ જવાય છે, પરંતુ બન્ને જગ્યાએથી જવા માટે રસ્તો નથી. રસ્તો બનાવવા માટે છેલ્લા પાંચ વર્ષથી અમે વન વિભાગ અને માર્ગ અને મકાન વિભાગમાં રજૂઆત કરીએ છીએ. માજી વન મંત્રી ડાંગની મુલાકાતે આવ્યાં હતાં તે દરમ્યાન અમોએ રસ્તા બાબતે રજૂઆત કરી હતી. તેઓએ જણાવ્યુ હતું કે, રસ્તાની ગ્રાન્ટ મંજુર જ છે. જોકે રસ્તો હજુ બન્યો નથી. પ્રવાસીઓ જીવનાં જોખમે પાંડવ ગુફાની મુલાકાત લઈ રહ્યાં છે.> ઝેબરરાવભાઈ લક્ષ્મણભાઇ ગાર્ગુડા, ઉપસરપંચ, ગારમાળ ચૌકયા

અન્ય સમાચારો પણ છે...