તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:કોરોનાને કાબુમાં રાખવા બદલ ડાંગ પ્રશાસનને તકેદારી આયુક્તે બિરદાવ્યું

આહવા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
સંગીતા સિંઘ - Divya Bhaskar
સંગીતા સિંઘ
 • ડાંગની તકેદારી આયુક્તે સતર્કતા સપ્તાહ ઉજવણીનો અભિગમ સ્પષ્ટ કર્યો

આહવામાં ડાંગ જિલ્લા સેવા સદનમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં ગત તા. 27 ઓક્ટોબરથી 2જી નવેમ્બર 2020 સુધી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ દેશભરમા યોજાયેલા ‘સતર્કતા સપ્તાહ’ની ઉજવણી અને તેના હેતુનો ખ્યાલ આપતા ગુજરાત તકેદારી આયુક્ત સંગીતા સિંઘે સાંપ્રત સ્થિતિમા આયોજિત જિલ્લા સતર્કતા સમિતિની ભૂમિકા પર ભાર મુક્યો હતો.

આ અંગે સંગીતા સિંઘે આ સમિતિના કાર્યો અને જવાબદારી સંદર્ભે વિસ્તૃત ચર્ચા કરતા સમિતિના ગઠન, તેની ભૂમિકા, સમિતિના સભ્યોની જવાબદારીઓ, સંમિલિત વિભાગોના પ્રતિનિધિઓ, સમિતિના સભ્યોની નિમણુક જેવી બાબતે વિસ્તૃત છણાવટ કરી માર્ગદર્શન આપ્યુ હતુ. તેમણે ડિજીટલ ઇન્ડિયાના ભાગરૂપે મોટાભાગની સેવા જયારે ડિજીટલ સ્વરૂપે પૂરી પાડવામા આવી રહી છે, ત્યારે દરેક ક્ષેત્રની કામગીરી ઉપર ચોક્કસ નિરીક્ષણ એ પ્રિવેન્ટીવ વિજીલન્સ માટે ખુબ જરૂરી છે.

તેમજ જિલ્લા કક્ષાએ વિજીલન્સ ક્ષેત્રે થઇ રહેલી શ્રેષ્ઠ કામગીરીનો સમાવેશ કરીને ન્યુઝ લેટર્સ અને બુકલેટ માટે માહિતીનુ આદાનપ્રદાન થાય તે જરૂરી છે તેમ જણાવ્યું હતું. સંગીતા સિંઘે જિલ્લાની ‘કોરોના’ ની સ્થિતિ બાબતે જિલ્લા વહીવટીતંત્રના પ્રયાસોને બિરદાવી, જિલ્લા લાંચ રુશ્વત અને વિરોધી અને તકેદારી સમિતિના નિયમિત મુદ્દાની સમીક્ષા હાથ ધરી હતી. ડાંગ કલેકટર એન.કે.ડામોરે જિલ્લા વહીવટી તંત્ર વતી તેમનુ પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કર્યું હતુ. કલેકટરે જિલ્લાની પ્રાથમિક માહિતીથી પણ આયુક્તને અવગત કરાવ્યા હતા.

જિલ્લામા હાથ ધરાતા વિવિધ વિકાસ કામો અને જનસમુદાય માટેની જુદી જુદી સેવા બાબતે જિલ્લાના અધિકારીઓ માટે સમયમર્યાદામા અને ગુણવત્તાલક્ષી કામગીરી માટેનો સિદ્ધાંત અમલી બનાવ્યો છે તેમ જણાવતા કલેકટરે જુદા જુદા સર્વિસ પ્રોવાઇડર વિભાગની સેવા માટે જિલ્લા/તાલુકા કક્ષાની ટીમનું ગઠન કરવામા આવ્યુ છે, તેમ જણાવ્યુ હતુ. આ બેઠકમાં ગુજરાત રાજ્ય તકેદારી આયોગના નાયબ સચિવ બી.એમ.પટેલ, એન્ટી કરપ્શન બ્યુરો-સુરતના નાયબ નિયામક સરવૈયા, ડાંગના નાયબ વન સંવરક્ષકો અગ્નિશ્વર વ્યાસ અને નિલેશ પંડ્યા સહિતના અધિકારી-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો