તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:ઝાવડાની સરકારી અનાજની દુકાનનો સંચાલક ઓછું અનાજ આપતો હોવાનો વીડિયો વહેતો થયો

આહવા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વીડિયોને પગલે પુરવઠા અધિકારી-વઘઈ મામલતદારની દુકાનમાં તપાસ

વઘઇ તાલુકાના ઝાવડા ગામે આવેલી સરકારી અનાજની દુકાનના સંચાલક દ્વારા ગ્રાહકોને ઓછું અનાજ અપાઈ રહ્યાનો વીડિયો સોશિયલ મીડિયામા વહેતો થતાં જિલ્લા પુરવઠા અધિકારી તેમજ વઘઇ મામલતદાર દુકાન પર પહોંચી જઈ તપાસ શરૂ કરી હતી.

ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં આવતા ઝાવડા ગામે આવેલી સસ્તા અનાજની દુકાનનો સંચાલક એસ.પી.મિર્ઝા સરકારી અનાજ ઓછું આપે છે એ બાબતનો વીડિયો ગામના એક રહીશે સોશિયલ મીડિયા પર ગતરોજ વહેતો કરતા ગુરૂવારે સરકારી અનાજની દુકાનમાં ડાગ જિલ્લા પુરવઠા અધિકારી પ્રતિક પટેલ તેમજ વઘઇ મામલતદાર સી.એ.વસાવા સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી જઈ દુકાનમાં તપાસ કરી ગ્રામજનોના નિવેદનો લીધા હતા.\nઆ બાબતે પુરવઠા અધિકારીએ જણાવ્યું હતું કે ફરિયાદ મળતા દુકાનમાં તપાસ કરી તેમજ ગ્રામજનોના નિવેદનો લેવાની કાર્યવાહી ચાલુ છે. જો દુકાનદાર કસૂરવાર ઠરશે તો તેમનો પરવાનો 3 મહિના માટે રદ કરાશે અથવા તો કાયમ માટે પણ રદ થઈ શકે છે.

દુકાનદાર વર્ષોથી ગરીબ-અશિક્ષિત પ્રજાને લૂંટી રહ્યો છે
દુકાનદાર વર્ષોથી ગરીબ અશિક્ષિત પ્રજાને લૂંટી રહ્યો છે. તેઓ સરકારી કાપલીથી પાંચ કિલો જેટલું અનાજ ઓછું આપે છે તેમનો કોઈ વિરોધ કરે તો ધાકધમકી આપે છે. આ મારી સાથેનો બનાવ જ નથી લોકો વર્ષોથી વેઠતા આવ્યાં છે. લોકોને ન્યાય મળે તેવી માંગ છે. - જય તુમડા, ગ્રાહક

અન્ય સમાચારો પણ છે...