કમોસમી વરસાદ:ડાંગમાં કમોસમી વરસાદથી શીતલહેર યથાવત, સહેલાણીઓએ આનંદ માણ્યો

આહવાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • માવઠાથી ખેડૂતોનો લણેલો અને ખેતરમાં વાવેલા પાકને નુકસાનની ભીતિ

ડાંગ જિલ્લામાં શનિવારે બીજા દિવસે પણ કમોસમી વરસાદની હેલી ચાલુ રહેતા ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા હતા. ગિરિમથક સાપુતારામાં મનમોહક દૃશ્યો સર્જાતા પ્રવાસીઓ ગેલમાં આવી ગયા હતા. રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં સતત બીજા દિવસે પણ કમોસમી વરસાદ યથાવત રહેતા સમગ્ર પંથકમાં વાતાવરણ ચોમાસામય બની ગયું હતું. ડાંગ જિલ્લાનું ગિરિમથક સાપુતારા, શામગહાન, સાકરપાતળ, વઘઇ, પીંપરી, ભેંસકાતરી, કાલીબેલ, મહાલ, બરડીપાડા, સુબીર, ચીંચલી, પીપલાઈદેવી, આહવા, બોરખલ, ગલકુંડ સહિત સરહદીય પંથકોમાં શનિવારે પણ ઝરમરીયો કમોસમી વરસાદ યથાવત રહેતા જાહેરમાર્ગો સહિત આંતરિક માર્ગો વરસાદી પાણી ફરી વળ્યું હતું.

ડાંગ જિલ્લામાં સતત બીજા દિવસે કમોસમી માવઠું યથાવત રહેતા ખેડૂતોનાં લણેલો તેમજ શિયાળુ પાકોને જંગી નુકસાનની થવાનો ભય રહેતા ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા હતા. ખેડૂતોનું ખેતરોમાં સંગ્રહ કરાયેલા પાકને પણ કમોસમી વરસાદ પડતા મોટી આર્થિક નુકસાની વેઠવાની નોબત ઉભી થઈ છે.

શનિવારે કમોસમી વરસાદી માહોલની વચ્ચે ગિરિમથક સાપુતારામાં સમયાંતરે ગાઢ ધૂમમ્સીયા વાતાવરણની સફેદ ચાદર ઓઢાઈ જતા અહીનાં જોવાલાયક સ્થળોમાં સર્પગંગા તળાવ, ટેબલપોઈંટ, સનરાઈઝ પોઈંટ,એડવેન્ચર પાર્ક સહિતનાં સ્થળોએ પ્રવાસીઓની ભીડ ઉમટી પડી હતી. ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદનાં પગલે જંગલ વિસ્તારની ગિરીકંદરાઓ સોળે કળાએ ખીલી ઉઠી હતી.

ઝરમર વરસાદમાં 45% બુકિંગ નોંધાયું
હાલ કોરોના મહામારીના પગલે સાપુતારામાં પ્રવાસીઓ ઓછા આવે છે તેમજ મોટા શહેરોમાં નાઈટ કરફયૂને આ કારણે પણ પ્રવાસીઓ સાપુતારામાં ઓછા આવી રહ્યા છે. શનિવાર અને રવિવારની રજામાં સાપુતારાની હોટલોમાં 40 થી 45 ટકા પ્રવાસીઓનુ જ બુકિંગ નોંધાયું હોવાનું જણાવ્યું હતું. > ઉપેન્દ્રભાઇ પટેલ, પ્રમુખ, હોટલ એસોસિએશન, સાપુતારા

અન્ય સમાચારો પણ છે...