તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:સાપુતારા ઘાટમાર્ગમાં ટ્રક રોડની સાઈડમાં પલટી ગઇ

આહવા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાલક અને ક્લીનરને નાની મોટી ઈજા

ડાંગ જિલ્લાનાં સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગના માલેગામ ઘાટમાર્ગમાં પેકિંગ જ્યુસનો જથ્થો ભરેલી ટ્રક માર્ગની સાઈડમાં પલટી મારી જતા ઘટનાસ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. મહારાષ્ટ્રનાં પૂણેથી શનિવારે પેકિંગ જ્યુસનો જથ્થો ભરી શ્રીનગર તરફ જઇ રહેલી ટ્રક (નં. પીબી-06-વી-2599) સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં માલેગામ ઘાટમાર્ગનાં વળાંકમાં ચાલક દ્વારા અચાનક સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા આ ટ્રક માર્ગની સાઈડમાં પલટી મારી ગઈ હતી.

આ બનાવનાં પગલે ટ્રક સહિત પેકિંગ જ્યુસનાં જથ્થાને જંગી નુકસાન થયું હતું. જ્યારે ચાલક અને ક્લીનરનાં શરીરનાં ભાગે નાની-મોટી ઇજા પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની શામગહાન સીએચસીમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી. આ ઘાટમાર્ગ વિસ્તારમાં અવારનવાર અકસ્માતો સર્જાતા રહે છે. એવામાં ટ્રક પલટી જવાની વધુ એક દુર્ઘટના ઘાટમાર્ગમાં બની હતી.

અન્ય સમાચારો પણ છે...