તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંસ્કૃતિની જાળવણી:ડાંગનાં આદિવાસીઓએ બનાવેલું પાવરી વાદ્ય પ્રાચીન સંસ્કૃતિની આગવી ઓળખ, દેશ-વિદેશમાં પણ પ્રખ્યાત

આહવા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
પાવરી વાદ્ય મોટાભાગે ભાયા કે ડુંગરદેવની પૂજા વખતે વગાડવામાં આવે છે. - Divya Bhaskar
પાવરી વાદ્ય મોટાભાગે ભાયા કે ડુંગરદેવની પૂજા વખતે વગાડવામાં આવે છે.
 • દૂધી, વાંસ, બળદનાં શિંગડાનો ખાસ ઉપયોગ કરી પાવરી વાદ્ય બનાવવામાં આવે છે

ડાંગ જિલ્લામાં (ડુંગરદેવની પૂજા)ભાયા કાર્યક્રમ વખતે પાવરીનું સંગીત વગાડવામાં આવે છે. પાવરી વગાડનારને પાવરકર કહેવામાં આવે છે. પાવરી વાદ્ય ડાંગનાં આદિવાસીઓ દ્વારા બનાવવામાં આવ્યુ છે. મધુર અને કર્ણપ્રિય સંગીત આપનાર પાવરી વાદ્ય આદિવાસી વિસ્તારોમાં જોવા મળે છે. દૂધી, વાંસ, બળદનાં શિંગડાનો ઉપયોગ કરી પાવરી બનાવવામાં આવે છે. આ આદિવાસીઓનું પાવરી વાદ્ય દેશ-વિદેશમાં પ્રખ્યાત છે.રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લો પ્રકૃતિસભર વિસ્તાર હોવાનાં પગલે વર્ષોથી અહીનાં જનજીવનનાં રીતિરિવાજ, ઉત્સવો, સંસ્કૃતિ અલગ જોવા મળે છે.

ડાંગના આદિવાસીઓનાં પોતાના અનેક વાજિંત્રો બનાવ્યા છે. જેને પ્રસંગો, ઉત્સવો અનુસાર વગાડવામાં આવે છે. પાવરી વાદ્ય મોટાભાગે ભાયા કે ડુંગરદેવની પૂજા વખતે વગાડવામાં આવે છે. આ પાવરી વાદ્ય દ્વારા પ્રકૃતિનાં દેવી-દેવતાઓને રિઝવવામાં આવે છે. પ્રકૃતિ સાથે જોડાયેલા આદિવાસી દ્વારા આ મધુર, કર્ણપ્રિય વાદ્યની શોધ કરવામાં આવી છે. પાવરી વગાડરને પાવરકર કહેવામાં આવે છે. આ વાદ્યને વગાડવા સતત ફૂંક મારવી પડતી હોય છે,જે ફૂંક મારેલી હવા અને શ્વાસોશ્વાસની પ્રક્રિયાનાં તાલમેળથી સંગીતનાં મધુર રેલાઓ સંભળાય છે. ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકામાં સમાવિષ્ટ મોટાબરડા ગામનાં પાવરી વાદ્ય પાવરકર રામદાસભાઈ ધૂમ જેઓ નાનપણથી પાવરી વગાડે છે.

મુખ્યત્વે ડુંગરદેવનાં ભાયા કાર્યક્રમમાં પાવરી વાદ્ય વગાડવાની સાથે તેઓ પાવરીનાચ લઈ દેશ-વિદેશમાં ગયા છે. આદિવાસીઓનાં સાંસ્કૃતિક કાર્યક્રમ માટે રામદાસભાઈ ધૂમ મધ્યપ્રદેશ, વારાણસી, ગોવા સહિત વિદેશમાં સતત 15 દિવસ સુધી પાવરીનાચનાં કાર્યક્રમ આપી ચૂક્યા છે. પાવરી વગાડનાર પાવરકર પાવરી વાદ્ય દ્વારા રોજીરોટી મેળવી રહ્યા છે. ભાયા, નવરાત્રી,ગણપતિ વગેરે તહેવારો આ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમોમાં તેઓ પાવરી વગાડવાનું કામ કરે છે. આ કાર્યક્રમોમાં પાવરી નાચ વખતે પાવરકર પાવરી સાથે જુદી-જુદી કળા કરી ખેલ કરતા હોય છે. રામદાસભાઈ ધૂમ વધુમાં જણાવે છે કે પાવરી વાદ્યથી તેઓને રોજીરોટી મળે છે.

આ ઉપરાંત દેશ વિદેશ સહિત તેઓ ગુજરાતનાં અન્ય જિલ્લામાં સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લઈ ચૂક્યા છે. આદિવાસી સમાજમાં અગલ-અલગ વાજિંત્રો સાથેનાં તેના નાચ પણ આવેલા છે. જેમા પાવરી દ્વારા પણ પાવરીનાચ કરવામાં આવે છે. પાવરીનાચમાં કુલ 6 પાવરકરો હોય છે. જેઓ પાવરી વાદ્ય દ્વારા અવનવી કરતબો કરતા હોય છે. પાવરીનાચ વખતે તેઓ પાવરી વાદ્ય સાથે વિવિધતમ પિરામિડ બનાવે છે. દિવાળી બાદ આ પાવરી નૃત્ય મોટાભાગે કરવામાં આવે છે.

પાવરીને પીંછ અને અનેક જાતના ઝુંમરોથી સજાવાય છે
પાવરીને દૂધીમાંથી બનાવવામાં આવે છે. દૂધીને કોતરી,બિયા કાઢી,પોલાણ કરવામાં આવે છે અને તેના ઉપલા છેડે વાંસની બે પોલી સળીઓમાં કાણા પાડીને ગોઠવવામાં આવે છે. જ્યારે નીચલા છેડે બળદનું શિંગડુ અથવા તો તાડના પાનનું ભુંગળુ બનાવીને ગોઠવવામાં આવ છે.વચ્ચેનાં જોડાણ મધનાં મીણથી કરવામાં આવ છે અને પાવરીને પીંછ તથા અનેક જાતનાં ઝુંમરોથી સજાવવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો