કોઈકે કારને સળગાવી:સાસુની અંતિમક્રિયામાં તાપી ગયેલા જમાઇની કારને આહવામાં અકસ્માત નડ્યો

આહવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
શિવઘાટમાં અકસ્માત બાદ ઘટના સ્થળે કાર. - Divya Bhaskar
શિવઘાટમાં અકસ્માત બાદ ઘટના સ્થળે કાર.
  • મહારાષ્ટ્રના નાસિક પરત થઇ રહ્યાં હતા ત્યારે બનેલી ઘટના
  • અકસ્માત બાદ કોઈકે કારને સળગાવી દીધાની કેફિયત

મહારાષ્ટ્રના નાસિકથી તાપી સાસુની અંતિમક્રિયામાં ગયેલા જમાઈની કારને ડાંગનાં આહવા શિવઘાટમાં બાઈક સાથે અકસ્માત નડ્યો હતો. અકસ્માતના કલાકો બાદ કોઈકે કારને સળગાવી દીધી હતી. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ગતરોજ મહારાષ્ટ્ર-નાસિક મશરૂળનો પરિવાર તાપીમાં સાસુની અંતિમક્રિયા પતાવી નાસિક જવા તેમની મારૂતિ બલેનો કાર (નં. એમએચ-15-એફએફ-4311) નીકળ્યા હતા.

તે દરમિયાન આહવાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં શિવઘાટમાં કોસંબિયાની બાઈક (નં. જીજે-21-એસ-7517) સામસામે ભટકાતા ઘટનાસ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં કારનાં બોનેટનાં એક સાઈડે નુકસાન થયું હતું, જ્યારે બાઈકને પણ નુકસાન થયું હતું. અકસ્માતમાં બાઈક ચાલકને ફ્રેકચર તેમજ બન્ને કાનમાં ઈજા પહોંચતા પ્રાથમિક સારવાર આહવા સિવિલ હોસ્પિટલમાં આપ્યા બાદ વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘટનાના કલાકો બાદ સાંજે કોઈકે કારને સળગાવી દેતા કાર ચાલકે બનાવ અંગે આહવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...