તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બહુમાન:ડાંગ દરબારની ઐતિહાસિક પરંપરા જાળવી રાખવા રાજવીઓનું સાદગીપૂર્ણ બહુમાન

આહવા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રાજવીઓને ગરિમાપૂર્ણ રીતે સોનાના સિક્કા સાથે સાલીયાણા અર્પણ કરાયા

ડાંગ જિલ્લા સેવા સદનમાં જિલ્લા સમાહર્તા એન.કે.ડામોરની ચેમ્બરમા ડાંગના 5 રાજવીને પોલિટીકલ પેન્શન એનાયત કરવા સાથે તેમનું શાલ ઓઢાડીને સન્માન કરાયું હતું. આ સાથે પાનબીડુ અર્પવાની પ્રથા નિભાવી આ વર્ષે પહેલી વખત રાજવીઓને સ્મૃતિ ભેટમા સોનાના સિક્કાનું પણ વિતરણ કરાયુ હતુ. ડાંગ જિલ્લા પંચાયતના અધ્યક્ષ મંગળભાઈ ગાવિત, ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનના ડિરેકટર બાબુરાવ ચૌર્યાની ઉપસ્થિતિમાં ડાંગના ગાઢવી રાજના રાજવી કિરણસિંહ યશવંતરાવ પવાર, દહેરના રાજવી તપનરાવ આનંદરાવ પવાર, લિંગાના રાજવી છત્રસિંહ ભંવરસિંહ સૂર્યવંશી, વાસુર્ણાના રાજવી ધનરાજસિંહ ચંદ્રસિંહ સૂર્યવંશી અને પિંપરીના રાજવી ત્રિકમરાવ સાહેબરાવ પવારનુ જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના મહાનુભાવોના હસ્તે અદકેરું સન્માન કરાયું હતું.

રાજવી પરિવાર વતી વાસુર્ણાના રાજવી ધનરાજસિંહે પ્રજાકીય સ્વાસ્થ્ય અને સુખાકારીને પ્રાધાન્ય આપવુ એ જ રાજધર્મ છે તેમ જણાવી, કોરોનાની સ્થિતિ વચ્ચે જિલ્લા પ્રશાસને આ ઐતિહાસિક પ્રથા નિભાવી તે બદલ આભાર વ્યક્ત કર્યો હતો. ડાંગના માજી રાજવીઓ, નાયકો, અને ભાઉબંધોને સને 2020-21 દરમિયાન વાર્ષિક કુલ રૂ.21,80,923નું સાલિયાણુ અર્પણ કરાયુ છે. જેમા ગાઢવી રાજ સહીત દહેર રાજ, આમાલા (લિંગા) રાજ, પિંપરી રાજ, વાસુર્ણા રાજ, કિરલી રાજ, શિવબારા રાજ, ચિંચલી રાજ, અવચાર રાજ, પોળ્સવિહિર રાજ, પીપ્લાઈદેવી રાજ, વાડયાવન રાજ, બિલબારી રાજ, ઝરી-ગારખડી રાજનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો