તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકો દ્વારા સરાહના:સરપંચ અને પોલીસે રખડતા ઢોરોને પાંજરાપોળમાં મોકલ્યા

આહવા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પશુપાલકોને ચીમકી આપવા છતાં દરકાર લીધી ન હતી

આહવાનાં સરપંચ અને પોલીસે અડધી રાતે રસ્તા પર રખડતાં ઢોરોને પકડી સરાહનીય કામગીરી શરૂ કરી હતી. પશુપાલકોને ચીમકી આપવા છતાં દરકાર લીધી ન હતી. ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં મુખ્ય મથક આહવા ગામનાં સરપંચ હરિરામ રતિલાલભાઈ સાવંત, તલાટી કમ મંત્રી તથા સભ્યોએ ઢોર માલિકોને ગામમાં રખડતાં પોતાનાં ઢોર કબ્જામાં રાખવા સૂચના આપી હતી. આમ છતાં ઢોર માલિકો અવગણનાં કરતાં હતાં. જયારે કોંગ્રેસના કાર્યકરી પ્રમુખ સ્નેહલ ઠાકરે તથા કાર્યકરો, આમ આદમી પાર્ટીનાં વરિષ્ઠ નેતા મનિષભાઈ મરકણા, હાલનાં પ્રમુખ રામુભાઈ જેવા જાગૃત નાગરિકોએ પોતાની જવાબદારી સમજી સરપંચનું ધ્યાન દોર્યુ હતું. બાદમાં ગામમાં લાઉડસ્પીકર દ્વારા સૂચનો આપી પોતાનાં પશુઓ પાંચ દિવસમાં પોતાનાં કબ્જામાં લેવા ચેતવણી આપી હતી.

પરંતુ પશુ માલિકોએ પોતાની જવાબદારી સમજતાં ન હતાં. આખરે ગતરોજ દિવસ દરમિયાન ગ્રામ પંચાયતના સભ્યો તેમજ જિલ્લા કલેકટર સાથે સલાહ સૂચનો બાદ સરપંચ સાવંતે પોલીસ સાથે સંકલન સાંધી ગ્રામ પંચાયતનાં કામદારો, જીઆરડી અને આહવાના યુવાનોનાં સહયોગથી ગતરાત્રે હરકતમાં આવી રખડતાં ઢોરોને પકડી આહવા ગ્રા.પં.ના પાંજરાપોળમાં પુરી દેવામાં આવ્યાં હતાં. જ્યાં સરપંચે ઢોરો માટે ઘાસચારાની વ્યવસ્થા કરી છે.

ગ્રામ પંચાયતના નિયમ મુજબ પાંચ દિવસમાં પશુ માલિકો તેમના પશુઓ લેવાં નહીં આવે તો તમામ ઢોરોની નિયમોનુસાર હરાજી કરવામાં આવશે અથવા નવસારી પાંજરાપોળમાં મોકલી આપવામાં આવશે. આહવા ગ્રામ પંચાયતના સરપંચની આ કામગીરીથી રસ્તા પર અડિંગો જમાવતાં પશુઓથી ત્રાસી ગયેલા લોકો દ્વારા સરાહના કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...