તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામા ભાપખલ ગામનાં ખેડૂતનાં ખેતરમાં સંગ્રહ કરાયેલા ડાંગરનાં બે ઢગલામાં આગ લાગતા બંને ડાંગરનાં ઢગલા બળીને ખાખ થઈ જતા ખેડૂતને નુકસાની પહોંચી હતી.ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાના ભાપખલ ગામે રહેતા ખેડૂત પાંડુભાઈ લહાનુભાઈ સહારેનું ખેતર ઘોડાનામાળ નામની જગ્યાએ આવેલું છે. ખેડૂતે ચોમાસાની ઋતુ દરમિયાન 14 કિલો ડાંગરનું બિયારણ વાવી ડાંગરનાં પાકની ખેતી કરી હતી.
પાકેલ ડાંગરની કાપણી કરી ખેતરમાં જ ખળામાં બે ઢગલામાં મૂકી રાખ્યું હતું, જે ડાંગરનાં ઢગલામાં રાત્રિ દરમિયાન આગ લાગતા સ્થળ ઉપર ડાંગરનાં ઢગલા બળીને ખાખ થઈ જતા ખેડૂતને જંગી નુકસાની થઈ હતી. અહીં ઘટનાસ્થળ પર તાપણુ કરાયેલું નથી તથા વીજ કનેકશન પણ ન હોય જેથી કદાચ કોઈક અજાણ્યા શખસો દ્વારા ઈર્ષા રાખી આગ લગાડાઈ હોવાનું અનુમાન લગાવાય રહ્યું છે. ડાંગરનાં ઢગલામાં આગ આકસ્મિક કે કોઈક દ્વારા લગાડવામાં આવી છે જે કહેવુ મુશ્કેલ બનતા ખેડૂત પાંડુભાઈ સહારેએ આહવા તાલુકા વિકાસ અધિકારી આહવાને જાણ કરી તપાસની સાથે વળતરની માંગણી કરી હતી.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.