તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:આહવામાં SBI અને BOBનું ડિપોઝિટ મશીન ખોટકાયું

આહવા15 દિવસ પહેલા
  • કૉપી લિંક

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવામાં બે દિવસથી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા અને એક દિવસથી બેંક ઓફ બરોડાનું ડિપોઝીટ મશીન ખોટકાઈ જતા ગ્રાહકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. જોકે, બંને બેંકના ડિપોઝિટ મશીન સાથે જ ખોટકાઇ જતાં ધંધા રોજગાર સાથે જોડાયેલા ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા હતા.ડાંગમાં એટીએમ સેવા 24-કલાક નામ માત્રની છે. ડાંગ જિલ્લામાં એટીએમના શટર ગમે ત્યારે ડાઉન હોય છે.

આહવામાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને બેંક ઓફ બરોડાના એક-એક ડિપોઝિટ મશીન આવેલા છે. આજનો જમાનો ઓનલાઈનનો હોય ગ્રાહકો ગમે ત્યારે આ ડિપોઝિટ મશીનમાં રૂપિયા જમા કરે છે ત્યારે આહવાના સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાનું ડિપોઝિટ મશીન છેલ્લા બે દિવસથી ખોટકાય ગયું છે અને એ જ પ્રમાણે બેંક ઓફ બરોડાનુ ડિપોઝીટ મશીન પણ મંગળવારે સવારે 10 વાગ્યાથી ખોટકાતા ગ્રાહકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો